જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાની પત્નીને માર્યો ઢોરમાર

0
113જૂનાગઢ : શહેરની હરિદ્વાર સોસાયટી નજીક રહેતા જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ દ્વારા તેમના પત્ની પૂનમબેનને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું.

આ અંગે વધુ જાણવા મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલના પત્ની પૂનમબેન દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા બાર વર્ષથી ઘર કંકાસ ને કારણે અમિત પટેલ અવારનવાર તેની પત્ની પૂનમબેન સાથે મારકૂટ કરતાં પરંતુ અમિત પટેલ કોંગ્રેસમાં શહેર પ્રમુખનો હોદ્દો ધરાવતા હોય જેથી પતિની બદનામીના ડરથી આજ સુધી મુંગામોઢે માર સહન કરતા હતા, પરંતુ આજે ફરી અમિત પટેલ તથા તેમના બહેન દ્વારા પુનમબેનને વાળ પકડી ઢસડીને પાઇપ વડે માર મારતા પગમાં ગંભીર ઈજાઓ થયેલ હોય, જેથી ઈજા ગ્રસ્ત હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.

તેમજ અમિત પટેલના પત્નીએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ દ્વારા એમની ફરિયાદ નહીં લેવામાં આવેતો હાઈકોર્ટ સુધી જવાની પણ ચીમકી આપી હતી.

અહેવાલ : ભરત બોરીચાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here