જૂનાગઢ જિલ્લામાં મહિલાઓ સહિત ૧૯ જુગારીઓને પકડી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

0
36
માંગરોળ તાબેના મેણેજ ગામની સીમ વિસ્તારમાં
જુગાર રમતા કુલ -૧૧ પુરુષોને રોકડ રૂ .૧,૭૦,૧૬૦ તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ .૭,૭૪,૧૬૦ ના મુદામાલ

જુનાગઢ શહેરના ઝાંસીના પુતળા નજીક નીધી એપાર્ટમેન્ટમા મહિલા સંચાલીત જુગારનો અડ્ડો પકડી પાડી જુગાર રમતી સ્ત્રી ૮ ઓને રોકડા રૂ .૩૦,૨૦૦ અને મુદ્દામાલ સહિત કુલ રૂ . ૬૪,૨૦૦નો જુગાર

જૂનાગઢ : પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સૂચનાથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ઈન્ચા .પી.આઈ એચ.આઇ.ભાટી તથા અને ક્રાઈમ બ્રાન્ચ પ્રોહી / જુગાર ડ્રાઈવ સબબ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન અગાઉથી પી.એસ.આઈ. ડી.જી.બડવા તથા પો.હેડ કોન્સ, શબીરખાન બેલીમ, નિકુલ એમ.પટેલ, જીતેષ મારૂ તથા ડાયાભાઈ કરમટા, ભરતભાઈ સોનારાને ખાનગી રાહે ચોકકસ બાતમી મળેલ કે માંગરોળના મણેજ ગામનો સંદિપ અરજણ કોળી પોતાની વાડીએ સંદિપ કોળી તથા જલા લાખા મેર બંને જણા બહારથી માણસો બોલાવી ગંજીપતાનો જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા માંગરોળ તાલુકાના મેણેજ ગામની સીમ વિસ્તારમાં બાતમી સ્થળે આવેલ વાડીએ મકાનમાં રેડ કરતા જુગાર રમતા કુલ -૧૧ જુગરીઓને રોકડ રૂ .૧,૭૦,૧૬૦ તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ .૭,૭૪,૧૬૦ ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.
તેમજ જૂનાગઢ શહેરના ઝાંસીના પુતળા નજીક આવેલ નીધી એપાર્ટમેન્ટ ખાતે મહિલા સંચાલીત જુગારનો અડ્ડો પકડી પાડી જુગાર રમતી ૮ સ્ત્રીને પકડી પાડી રોકડા રૂ .૩૦,૨૦૦ / – તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ . ૬૪,૨૦૦ / – સાથે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢ ને પત્તા પ્રેમીઓ ને ઝડપી પાડ્યા હતા.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here