જૂનાગઢ જિલ્લા આયોજન મંડળ દ્વારા રૂા.૧૧.૩૪ કરોડના વિકાસકામો મંજુર કરાયા

0
25
જૂનાગઢ : જિલ્લા આયોજન મંડળની મળેલ બેઠકમાં રૂા.૧૧.૩૪ કરોડના વિકાસકામો મંજૂર કરાયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના ૫૪૫ થી વધુ વિકાસકામોનો સમાવેશ થાય છે.

 

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષસ્થાને પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. પ્રભારી મંત્રીશ્રીએ વર્ષ ૨૦૧૮-૧૯, વર્ષ ૨૦૧૯-૨૦, વર્ષ ૨૦૨૦-૨૧ના કામોની સમીક્ષા કરવા સાથે મંજુર કરેલ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા સાથે ગુણવત્તા જાળવવા તાકીદ કરી હતી.

અમલીકરણ અધિકારીઓ દ્વારા સમયસર વહીવટી મંજુરી, પ્લાન્ટ એસ્ટીમેન્ટ બનાવવા તેમજ સ્થળ પર સમય  મર્યાદામાં કામો  શરૂ કરવા મંત્રીશ્રીએ ભાર મુક્યો હતો.

 

જિલ્લા આયોજન મંડળ દ્વારા ગ્રામ્ય વિસ્તારના કામો મંજુર કરવામાં આવે છે. આ વિકાસકામો ગ્રામ્ય લોકો માટે ખુબ અગત્યના હોય છે. આ કામો શરૂ ન કરનાર અધિકારીઓના ખુલાસા પુછવા સાથે સતત રીવ્યુ કરવા મંત્રીશ્રી રાદડીયાએ જણાવ્યું હતું.

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શુશ્રી શાંતાબેન ખટારીયા, ધારાસભ્ય દેવાભાઇ માલમ, શ્રી ભીખાભાઇ જોષી, શ્રીહર્ષદભાઇ રીબડીયા,  ઉપસ્થિત રહ્યા હતા. નવા નિયુકત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખે સ્વાગત પ્રવચન અને બેઠકની કાર્યવાહીનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી રમેશ ગંભીરે કર્યું હતું. જૂનાગઢ ખાતે બેઠકમાં અધીક નિવાસી કલેકટરશ્રી ડી.કે. બારીયા સહિત અમલીકરણ અધીકારીઓ અને તાલુકાકક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અધીકારીઓ સહભાગી થયા હતા.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here