કાલોલ તાલુકા વેજલપુર નો આરટીઆઇ એક્ટિવિસ્ટ ગૌવંશના કતલ નો આરોપી બનતા ચકચાર.

0
45પંચમહાલ.
રિપોર્ટર.કાદિરદાઢી
ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી આઈ એચ એન પટેલ ને ગત શનિવારના રોજ મળેલ બાતમી આધારે વેજલપુર થી મોટરસાયકલ ઉપર શંકાસ્પદ ગૌમાંસ લઈ આવનાર ઈસમને કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસે પીએસઆઇ એમ આર ભલગરિયા તથા પોલીસ સ્ટાફે ઝડપી પાડયો હતો જેનું વજન કરાવી ૧૮ કીલો વજન ના શંકાસ્પદ ગૌ માસ બાબતે વેટનરી ડોકટર ને જાણ કરી જરૂરી સેમ્પલ લઈને સુરત ખાતે એફ એસ એલ કચેરીમાં મોકલી આપ્યા હતા અને શંકાસ્પદ ગૌ માસ નો દરુનીયા ગામની સરકારી ગૌચર જમીન માં દાટી દઈ નિકાલ કરવામા આવેલ અને સ્ટેશન ડાયરીમાં નોધ કરવામા આવેલ શંકાસ્પદ જથ્થા સાથે પકડાયેલ ઈસમ ફારુક સૌકત પટેલ રે વેજલપુર ને પકડી પુછપરછ કરતા તેણે આ જથ્થો વેજલપુર ગામે રહેતા ઇમરાન યાકુબ પાડવા અને શૌકત ઉર્ફે ગોગો અબ્દુલ રહીમ પાડવા બન્ને રે મોટા મોહલ્લા વેજલપુર દ્વારા આ ગૌમાંસ થેલામાં ભરી આપેલ અને ગોધરા જઈને ફોન કરવો તેવું જણાવેલ હોવાની હકીકતો પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી સુરત ખાતેની એફ એસ એલ ઓફીસ માંથી મંગળવારના રોજ રિપોર્ટ આવી જતા પોલીસ દ્વારા બંધ કવરમાં આવેલો રિપોર્ટ વંચાણે લેતા શંકાસ્પદ જથ્થો ગૌમાસ હોવાનું પ્રસ્થાપિત થતાં ગોધરા બી ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ ઈસમો તથા ગૌ માસ મંગાવનાર સામે પશુઓ ની સાચવણી અધિનિયમ ,પશુ સંરક્ષણ અધિનિયમ, પશુ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ તથા ઇપીકો કલમ ૪૨૯ અને જીપી એક્ટ ની કલમ ૧૧૯ હેઠળ ત્રણ ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગૌવંશની કતલ કરીને થેલામાં ભરી આપનાર કસાઈ પૈકી નો ઇમરાન યાકુબ પડવા વેજલપુર ખાતે રહેતો અને વેબ સીરીઝ આધારિત ન્યૂઝ ચેનલ એનએનન્યુઝ માં રિપોર્ટર કામ કરે છે વધુમાં ઇમરાન યાકુબ પાડવા કાલોલ તાલુકા તથા ગોધરા શહેર અને તાલુકા તેમજ પંચમહાલની જુદી જુદી સરકારી કચેરીઓમાં ઢગલાબંધ બંધ અરજીઓ કરી માહિતી અધિકાર હેઠળ માહિતી માગી તોડ પાડી સરકારી અધિકારીઓને હેરાન-પરેશાન કરનાર શખ્સ છે અંતરંગ વર્તુળો દ્વારા મળેલ માહિતી મુજબ હાલમાં ગોધરા તાલુકા વિકાસ અધિકારી માં આ કથિત વેબ ચેનલ માં રપોર્ટિંગ કરી પત્રકાર ની ઓળખ આપતો અને કસાઈ આરોપીએ ૧૦ થી વધુ અપીલ માહિતી અધિકાર હેઠળ કરી છે. ચોંકાવનારી હકીકત એવી મળેલ છે કે છેલ્લા બે થી ત્રણ માસમાં કાલોલ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં આ આરોપીએ પોતાના નામથી ખાલી ગ્રામ પંચાયતનું નામ બદલીને એક સરખી વિગતો લખી ૮૦ જેટલી અરજીઓ પોતાના નામજોગ કરી માહિતી અધિકાર હેઠળ માહિતી માંગેલ છે. તેવા સંજોગોમાં વેબ ચેનલ માં કામ કરી પત્રકાર તરીકે ના ગરિમાપૂર્ણ દરજ્જો ધરાવતા વ્યવસાય ને વટલાવી પત્રકાર ની ખોટી ઓળખ આપી ગૌહત્યા કરી ગૌમાંસનો વેપલો કરનારા તત્વો પણ હવે પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા થયા છે અને પત્રકાર ના નામ હેઠળ જુદી જુદી કચેરીઓ માં માહિતી અધિકારનો દુરુપયોગ કરી માત્ર અને માત્ર પૈસા કમાવવા માટે અરજીઓ કરતા આવા તત્વો ઉપર વહીવટી તંત્ર દાખલો બેસે તેવી કામગીરી કરે તે અત્યંત આવશ્યક છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here