રાણીપરા ગામ નજીક થી રૂ.૯,૬૦૦/- ના મુદામાલ સાથે LCB પોલીસે એક જુગારી ને ઝડપી લીધો બે ફરાર

0
42
રાણીપરા ગામ નજીક થી રૂ.૯,૬૦૦/- ના મુદામાલ સાથે LCB પોલીસે એક જુગારી ને ઝડપી લીધો બે ફરાર

રાજપીપળા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના રાણીપરા ગામ નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ વ્યક્તિઓને એલસીબી પોલીસે રોકડ સહિતના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે

મળતી માહિતી મુજબ એલસીબી પોલીસે બાતમીના આધારે રાણીપુરા થી ધોળીવાવ ગામ જવાના રસ્તા નજીક ખુલ્લી જગ્યામાં હાર જીતનો જુગાર રમી રમાડતા કિરણભાઇ કિશનભાઇ વસાવા રહે , રાણીપુરા તા . નાંદોદ પકડી લીધો હતો જ્યારે પ્રવિણભાઇ હિરાભાઇ વસાવા રહે , રાણીપુરા તથા અજયભાઇ જયેન્દ્રભાઇ વસાવા રહે, તરોપા પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા પકડાયેલ કિરણ વસાવાની અંગ ઝડતી માંથી રોકડા રૂ .૩૫૦૦ / – તથા દાવ ઉપરના ૧૧૦૦ / – મળી રોકડા રૂ .૪૬૦૦ / તેમજ મોબાઇલ ફોન નંગ- ૧ કિ.રૂ .૫૦૦૦ / – મળી કૂલ મુદ્દામાલ રૂ .૯,૬૦૦ / -ત્રણેય વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here