સમગ્ર દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના

0
34




ભારતીય હવામાન વિભાગે ચોમાસાના વરસાદની આગાહી વિશે કહ્યું કે જુલાઇમાં સમગ્ર દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ‘લૂ’ ની સ્થિતિ ચાલુ રહે તેવી સંભાવના છે.

બુધવારે ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં પણ કેટલાક સ્થાનોમાં લૂ અને ગરમીનું મોજું જોવા મળ્યું. નોંધનીય છે કે દેશના સમગ્ર મેદાની વિસ્તારોમાં પણ તાપમાન છેલ્લા કેટલાક દિવસોમાં 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના તમામ ભાગોમાં પહોંચી ગયું છે, પરંતુ હરિયાણા, દિલ્હી, પંજાબના કેટલાક ભાગો, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હજું તેની અસર નહિવત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here