પંદરથી વધુ ને ઇજા….ખંભાળીયા dysp એ દોડવુ પડયુ

0
28 

 

પંદરથી વધુ ને ઇજા….ખંભાળીયા dysp એ દોડવુ પડયુ

ભરાણામા વેક્સીન લાઇન મામલે બે જુથો વચ્ચે લાગી પડી—પોલીસ કાફલો ઉતારવો પડ્યો

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

દ્વારકા જિલ્લામા નાના ગામ મા તો એવી અથડામણ થઇ કે પંદર  થી વધુ ને ઇજા થઇ અને ખંભાળીયા dysp એ દોડવુ પડયુ છે જેમાં ભરાણામા વેક્સીન લાઇન મામલે બે જુથો વચ્ચે રાયોટીંગ પ્રકારની અથડામણ એવી    લાગી પડી પોલીસ કાફલો ઉતારવો પડ્યો છે અને સંવેદનશીલતા ન વ્યાપે તેની તકેદારી રખાઇ રહી છે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના વાડીનારના ભરાણા ગામે આજે બપોરે આરોગ્ય કેન્દ્ર પર વેકસીનની લાઈનમાં ઉભા રહેવા બાબતે દરબાર અને મુસ્લિમ સમાજના લોકો વચ્ચે બોલાચાલી થતાં ઝગડાએ ઉગ્ર રૂપ ધર્યું હતું જોતજોતામાં બંને જૂથના લોકો મોટી સંખ્યામાં લાકડી ધોકા પાઈપો તલવાર સહિતના હથિયારો સાથે આમનેસામને આવી ગયા હતા અને સશસ્ત્ર અથડામણ છતાં આરોગ્ય કેન્દ્રમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો બંને જૂથ વચ્ચે  ધોકા પથ્થર વગેરે વડે થયેલી અથડામણમાં ૧૫થી વધુ લોકોને નાની મોટી ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે ખંભાળિયા ડીવાયએસપી સહીત નો પોલીસ કાફલો ભરાણા ખાતે દોડી જઇ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો હાલ સમગ્ર ગામમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને ચાંપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે બનાવની ગંભીરતાને લઇને પોલીસે રાયોટીંગ સહીત ની કલમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.જોકે ભરાણામા હજુ તકેદારી ની જરૂર ઉભી થઇ છે

પૂરક વિગતો::: કૌશલ સવજીયાણીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here