જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળતા શ્રી મીરાંત પરીખ

0
44જૂનાગઢ : જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી મીરાંત પરીખે શુક્રવારે તેમના હોદાનો ચાર્જ સંભાળ્યો હતો. ૪૦ માં જિલ્લા વિકાસ અધિકારી શ્રીપરીખ બી.ટેક થયેલા છે અને ટેકનોલોજી સેવી છે.

 

રાજ્ય સરકારે તાજેતરમાં સનદી અધિકારીઓની કરેલી બદલીમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ૨૯ વર્ષીય શ્રીમીરાંત પરીખની નિમણૂંક કરવામાં આવી છે. તેમણે પ્રવાસન વિકાસની વિશાળ સંભાવના ધરાવતા જૂનાગઢ જિલ્લામાં ટુરીઝમને પ્રાધાન્ય આપવા સાથે ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકો સુધી સરકારી સેવાઓ પહોંચાડવાને પ્રાથમિકતા અપાશે તેમ જણાવ્યું હતું.

 

ગ્રામ્ય વિસ્તારમાં મનરેગાના કામો લોકોને કાયમી ઉપયોગી અને ટકાઉ બને તેને વિશેષ પ્રાધાન્ય આપવા સાથે ટેકનોલોજીના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો સુધી સરકારી સેવાઓ પહોંચાડવા પર વિશેષ ધ્યાન કરાશે તેમ ૨૦૧૭ બેચના સનદી અધીકારી શ્રીપરીખે વધુમાં જણાવ્યું હતું.

અહેવાલ : ભરત બોરીચાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here