તિલકવાડા ના ચામડિયા ઢોળ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ચોરોને ઝડપી પાડતી નર્મદા L.C.B

0
47તિલકવાડા ના ચામડિયા ઢોળ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ચોરોને ઝડપી પાડતી નર્મદા L.C.B

રાજપીપળા : જુનેદ ખત્રી

પ્રાપ્ત માહિતી અનુસાર થોડાક દિવસ અગાઉ તિલકવાડાના ચામડિયા ઢોળ વિસ્તારમાં રહેતા ફાજલમહંમદ ઘોરીનું ઘર બંધ હોવાનો લાભ ઉઠાવી ચોરોએ રાત્રિના સમયગાળા દરમિયાન ઘરના દરવાજા નો નકુચો તોડીને તેઓના ઘર માંથી ૨.૯૭ લખની ચોરી કરી હોવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તાર માં ચકચાર મચી જવા પામી હતી ઘટના ની જાણ તિલકવાડા પોલીસ ને થતા કેવડીયા વિભાગના CPI ડી બી શુક્લા તિલકવાડા પોલીસ સ્ટેશનના PSI એમ બી વસાવા ભરૂચ ડિવિઝન ડોગ સ્ક્વોડ ટીમ સહિત અન્ય પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘરફોડ ચોરી કરનાર ચોરો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા

જોકે અગાઉ રાજપીપલા વિસ્તારમાં ચોરીની ઘટના બનતા રાજપીપળા LCB પોલીસ ટીમેં ચોરો ને ઝડપી પાડવા CCTV ફૂટેજના આધારે તપાસ કરતા બે ઈસમો ફૂટેજમાં જણાઇ આવ્યા હતા LCB પોલીસે રવિસિંગ તારાસિંગ સરદાર રહે રણોલી વડોદરા અને રાજવીર સિંગ રાજાસિંગ સરદાર રહે રાજપીપળા કાલાઘોડા રેલવે ફાટક પાસે ને ઝડપી પાડી પૂછતાછ કરતાં કેટલાક વિસ્તારમાં ચોરી કરી હોવાની કબુલાત બંનેએ કરી હતી જેમાં તિલકવાડા નગર ના ચામડિયા ઢોળ વિસ્તારમાં ચોરી કરી હોવાની કબૂલાત કરતાં રાજપીપળા LCB પોલીસ દ્વારા બંને ઇસમોને તિલકવાડા પોલીસ મથકે લાવતા તિલકવાડા પો.સ્ટે. ના PSI એમ બી વસાવા દ્વારા બન્ને ઈસમો ની વધુ પૂછતાછ કરવામાં આવી રહી છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here