નવનિયુક્ત મહીસાગર જિલ્લા અધિક નિવાસી કલેક્ટરશ્રી તરીકે એ.આઇ.સુથારે પદભાર સંભાળ્યો

0
29આસીફ શેખ

લુણાવાડા,

નવનિયુક્ત મહીસાગર જિલ્લા અધિક નિવાસી કલેક્ટરશ્રી તરીકે એ.આઇ.સુથાર પદભાર સંભાળતા જિલ્લા વહીવટી તંત્રએ તેમને આવકાર્યા હતા. જિલ્લા અધિક નિવાસી કલેક્ટરશ્રી તરીકેનો પદભાર સંભાળનાર શ્રી એ.આઇ.સુથાર વર્ષ ૨૦૦૫ માં જીપીએસસીની સીધી ભરતીથી મામલતદાર તરીકે પસંદગી પામ્યા બાદ વર્ષ ૨૦૦૬ થી તાલીમી કાર્યકાળ બાદ સંતરામપુર, ગારીયાધાર અને શહેરામાં મામલતદારશ્રી તરીકે અને ત્યાર બાદ મહીસાગર જિલ્લામાં નાયબ કલેક્ટર તરીકે વર્ષ-૨૦૧૩ થી ૨૦૧૭ સુધી તેમજ દાહોદ જિલ્લાના દેવગઢબારીયા પ્રાંત અધિકારી ત્યાર પછી સાબરકાંઠા જિલ્લા નાયબ ચુંટણી અધિકારી તરીકે સફળતા પુર્વક સેવાઓ આપી છે.

અધિક નિવાસી કલેક્ટર તરીકે પદભાર સંભાળતા શ્રી સુથારે જણાવ્યું હતું કે આ જિલ્લામાં અનેક વર્ષો સુધી વિભિન્ન પદ ઉપર સેવા બજાવી ચુક્યા છે. તેથી જિલ્લો તેમના માટે પરીચીત છે. તેમણે મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં જિલ્લાની વિકાસ યાત્રામાં સહભાગી થઇ જનસેવા માટે પ્રયત્નશીલ રહેવાની ખાત્રી આપી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here