વાવડી ગામની સગીર બાળાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જનાર યુવાન તથા સગીરાને રાજપીપળા પોલીસે શોધી કાઢ્યા

0
81વાવડી ગામની સગીર બાળાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જનાર યુવાન તથા સગીરાને રાજપીપળા પોલીસે શોધી કાઢ્યા

રાજપીપળા : જુનેદ ખત્રી

ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, નર્મદાની સુચના તેમજ નાયબ પોલીસ વડા રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં સગીર બાળાઓ સાથે બનતા ગુન્હાઓ અટકાવવા, તેમજ ભોગબનનાર તેમજ યુવાનને શોધી કાઢી અસરકાર અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચનાના પગલે ઈન્યા.પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. ચૌહાણની સુચના મુજબ રાજપીપળા પો.સ્ટે માં તા .૧૦ જૂન ના રોજ ગુન્હો રજી કરવામાં આવેલ જેની તપાસ એમ.બી. ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર નાઓ કરી રહેલ હોય આ ગુનામાં સગીરાને ભગાડી જનાર અલ્પેશ ભાઇ જીતેન્દ્રભાઇ વલવી રહે.ગોપાલપુરા નવીનગરી તા.નાંદોદ ની કોલ ડીટેલ મંગાવી એનાલીસીસ કરતા શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવતા તેનું લોકેશન મંગાવતા ભાવનગર જીલ્લાના વલભીપુર તાલુકાના કાનપરગામની સિમમા બતાવતું હોય પોલીસ સ્ટાફ સાથે લોકેશન આધારે કાનપર ગામે પહોચી સગીર બાળા તથા યુવાનને શોધી કાઢી ભગાડી જનાર યુવાન વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here