નરખડી ગામ પાસે ટ્રેકટરને ટ્રકે ટકકર મારતા ટ્રેકટર પલટી , અંદર બેઠેલા ત્રણ ઇસમ નો આબાદ બચાવ

0
33નરખડી ગામ પાસે ટ્રેકટરને ટ્રકે ટકકર મારતા ટ્રેકટર પલટી , અંદર બેઠેલા ત્રણ ઇસમ નો આબાદ બચાવ

રાજપીપળા : જુનેદ ખત્રી

મળતી માહિતી અનુસાર નાંદોદ તાલુકાના કોઠારા ગામના ચિરાગભાઈ સુરેશભાઈ બારીયાએ આપેલી ફરીયાદ મુજબ તેઓ તેમના ગામના જયેશભાઇ દિનેશભાઇ બારીયા તથા રાહુલ ભાઇ પ્રવિણભાઇ બારીયા સાથે પોઇચા ગામની નર્સરી માં રોપા લેવા જતા હતા ત્યારે 29 જૂન ની સાંજે નરખડી ગામ પાસે તેમના ટ્રેક્ટર ને પુરપાટ આવી રહેલી એક ટ્રક ના ચાલકે પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટર માં બેઠેલા ત્રણેય વ્યક્તિઓ કૂદી પડતા એમનો આબાદ બચાવ થયો હતો પરંતુ ટ્રેક્ટર પલટી ખવડાવતા નુકશાન થયું હતું..રાજપીપળા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here