ગરબાડાના વજેલાવ ગામની મોડેલ ડે સ્કુલ બંઘ થવાના સમાચારને રદિયો આપતા શાળાના આચાર્યશ્રી

0
37રિપોર્ટર-જુનેદ ઇશાકભાઈ પટેલ-ફતેપુરા(દાહોદ)

દાહોદ, તા. ૧ : ગરબાડાના વજેલાવ ગામે આવેલી મોડેલ ડે સ્કુલના આચાર્યશ્રીએ મોડેલ ડે સ્કુલ બંઘ થવાની હોવાના સમાચારને રદિયો આપ્યો છે. તેમણે શાળા બંઘ થવા હોવાની વાત ખોટી હોવાનું જણાવતા વિદ્યાર્થીઓ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શાળામાં પ્રવેશ મેળવે એ માટે અપીલ કરી છે.
વજેલાવ ગામની મોડેલ ડે સ્કુલ ખાતે કુલ ૨૧૫ વિદ્યાર્થીઓ ધોરણ ૬ થી ૧૨ માં અભ્યાસકરે છે. શાળા બંઘ થવા બાબતે જણાવતા આચાર્યશ્રીએ જણાવ્યું કે, આ અંગે ગાંધીનગરથી મોડેલ સ્કુલ બંઘ કરવા માટેનો પત્ર આવ્યો હતો. પરંતુ તે પાછળથી રદ કરવામાં આવ્યો હતો. તેથી શાળા બંઘ થવાનો અહેવાલો ખોટા છે અને અત્યારે નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પણ ચાલુ છે.
૦૦૦LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here