રાજ્ય સરકારે કોરોના મામલે ગુજરાત હાઈકોર્ટે સમક્ષ રજુ કર્યું સોગંદનામું

0
29ગુજરાતમાં બીજી લહેર હાલ સંપૂર્ણ પણે શાંત પડી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્ય સરકારે ઘાતક કોરોના વાયરસના ત્રીજી લહેર સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગોતરા આયોજન મુદે રજૂ કર્યું સોગંદનામું, જેમાં રાજ્ય સરકારે ઉલ્લેખ કર્યો છે કે ત્રીજી લહેર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી 2400 હોસ્પિટલ કરાશે ઉભી, ઓક્સિજન બેડોની સંખ્યામાં વધારો કરવામાં આવશે નિષ્ણાંતો એ ત્રીજી લહેરની ચેતવણી આપ્યા પછી સરકાર પણ તમામ ક્ષેત્રે મહત્વનું , બાળકો માટે વેન્ટિલેટર બેડમાં પણ સરકાર કરશે વધારો.

રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું કે બીજા વેવમાં 61 હજાર ઓક્સિજન બેડની સામે ત્રીજી લહેર 1 લાખ 10 હજાર ઓક્સિજન બેડ ઉભા કરવાનું આયોજન કર્યું છે. બીજી તરફ ICU બેડ બીજી વેવ 15 હજાર હતા જેને ત્રીજી વેવ માટે 30 હજાર કરવાનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારે જણાવ્યું કે 2 હજાર પીડિયાટ્રિક બેડ સરકારી હોસ્પિટલમાં હાલ ઉપલબ્ધ છે જેને 4 હજાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here