અરવલ્લી જીલ્લામાં પુરવઠા તંત્રની ઘોર બેદરકારીના કારણે હજારો મણ મકાઈનો જથ્થો સડીને નકામો થયો

0
29અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર મેઘરજ તેમજ ગોડાઉન મેનેજર મગનું નામ મરી પાડવા તૈયાર નથી લાગે છેકે, જવાબદારી માંથી છટકી રહ્યા છે અરવલ્લી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ખરીદી કરેલી મકાઈનો જથ્થો સડી જતાં નકામો અને અખાદ્ય થઈ ગયો છે, બીજી તરફ સડી ગયેલા મકાઈના જથ્થાનો નાશ કરવામાં ન આવતાં ગોડાઉનમાં રાખેલો અન્ય ખાદ્ય જથ્થો પણ સડીને નકામો થઇ શકે તેમ છેં રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને નુકશાન ન જાય તે માટે અનાજની ટેકાના ભાવે ખરીદી થતી હોય છે જેમાં ખેડુતોને બજાર કરતાં સારો ભાવ મળતાં ઘણા બધા ખેડુતો પોતાનુ અનાજ ટેકાના ભાવે સરકારને વેચતા હોય છે અને તે અનાજનો સરકારી ગોડાઉનો ઉપર સ્ટોર કરવામાં આવે છે,તેમજ સરકારી તંત્ર દ્વારા તે અનાજના જથ્થાનો સમયાંતરે નીકાલ પણ કરવામાં આવતો હોય છે,પરંતુ કેટલીક જગ્યાએ જીલ્લા તંત્રની બેદરકારીને કારણે અનાજનો જથ્થો જેતે સ્થળે વધુ સમય સુધી પડી રહેતાં તેનો કોઈ ઉપયોગ કે નીકાલ ન કરવામાં આવતાં આ અનાજનો જથ્થો સળીને નકામો અને અખાદ્ય બની જાય છે, અને તે અનાજ માનવીઓને તો ઠીક પણ પશુ ઓ માટે પણ ખાવા લાયક રહેતો નથી.જેના કારણે સરકારને મોટુ નુકશાન ભોગવવુ પડતુ હોય છે,ત્યારે સરકારી અધિકારીઓની બેદરકારીના કારણે હજારો મણ મકાઈ સળી જવાનો કિસ્સો મેઘરજ તાલુકાના પુરવઠા વિભાગના નવા ગોડાઉન ઉપર નજરે ચઢ્યો છે બે વર્ષ અગાઉ ટેકાના ભાવે ખરીદ કરેલ લાખો રૂપિયાની મકાઈના ૧૭૦૦ થી પણ વધુ કટ્ટાના જથ્થામાં જીવાત પડી જતાં મકાઈનો તમામ જથ્થો અખાદ્ય બની નકામો થઈ ગયો છે, છતાં બે વર્ષથી પડી રહેલો મકાઈનો જથ્થો આજદિન સુધી ગોડાઉનમાં સંગ્રહિત છે. જો સળેલી મકાઈના જથ્થાનો નીકાલ નથાય તો સંગ્રહિત અન્ય અનાજ પણ અખાદ્ય અને નકામું બની જાય તેવી સ્થિતી ઉદ્દભવી છે ઉલ્લેખનીય છેકે, આ પુરવઠાના ગોડાઉન ઉપરથી તાલુકાની ૬૦ જેટલી સસ્તા અનાજની દુકાનો પર અનાજનુ વિતરણ કરવામાં આવે છે તેમ છતાં નવાઈ તો એ વાતની છેકે, આ પડી રહેલો મકાઈનો જથ્થો કોઈના ધ્યાન પર આવ્યો નહી…!મોટો પ્રશ્ન એ છે કે, શું તંત્ર આ મકાઈના ૧૭૦૦ થી વધુ કટ્ટાંને બે વર્ષથી ભુલી ગયુ છે…? કે પછી કોઈ કારણોસર બે વર્ષથી આ મકાઈના જથ્થાને ઉપયોગમાં લેવામાં નથી આવ્યો…? આ બાબતે જીલ્લાનુ તંત્ર તદ્દન અજાણ છેકે શું…? એક તરફ વર્તમાનમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં આર્થિક મંદી ચાલી રહીછે, ત્યારે હજારો મણ મકાઈનો જથ્થો નકામો થઈ વેડફાય તે કેટલું વ્યાજબી છે…? તેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદ્દભવી રહ્યા છે અહિયાં મોટો સવાલ એ છેકે,દર મહીને જિલ્લામાં આવેલા સરકારી ગોડાઉન ઉપરથી હાજર જથ્થાનું સ્ટોક પત્રક જીલ્લા કક્ષાએ જતુ હોય છે,ત્યારે જિલ્લાના કોઈ પણ અધિકારીના ધ્યાને આ મકાઈનો પડી રહેલો જથ્થો ધ્યાન પર ન આવ્યો…! કે પછી પોતાની ફરજમાં બેદરકારી રાખનાર સરકારી બાબુ ઓ અનાજનો લાખો રૂપિયાનો જથ્થો અખાધ્ય બની નકામો થઈ જાય તેની રાહ જોઈ રહ્યા હતા
સડી ગયેલા મકાઈના જથ્થા બાબતે મેઘરજ મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારીનો ચાર્જ સંભાળતા જવાબદાર વ્યક્તિને પૂછતાં તેઓએ ગોળ ગોળ જવાબ આપતાં જણાવ્યું હતું કે,આ બાબતે એસ.ડી.એમ હિંમતનગરને મકાઈના સડી ગયેલા જથ્થા બાબતે જાણ કરેલ છે અને સમગ્ર બાબતે ડી.એસ.એમ નિર્ણય કરી મકાઈનો જથ્થો અખાદ્ય જાહેર કરી નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જણાવી પોતાની જવાબદારી માંથી છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here