આજે ડોક્ટર્સ-ડે IMA પ્રેસી. પ્રશાંત તન્ના દિલથી બિરદાવે છે સાથી વોરિયર્સને

0
37


COVID-19 ના આ મુશ્કેલ સમયે ફરી એકવાર વિશ્વભરના ડોકટરો અને આરોગ્ય સંભાળ કર્મચારી દ્વારા, દૈનિક ધોરણે, આપેલા યોગદાન અને બલિદાન માટે તેમનો આભાર માનવાનો સમય આવી ગયો છે. આ ઉમદા વ્યવસાય ના માનમાં, Doctor’s Day વિશ્વભરમાં  જુદી જુદી તારીખે ઉજવવામાં આવે છે.

 ભારતમાં  ‘National Doctor’s Day’ એ વૈજ્ઞાનિક અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત  ડો.બિધનચંદ્ર રોયની યાદમાં ઉજવાય છે, કે જેમણે ચિકિત્સક, સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી તરીકે સેવા આપી હતી. ભારતમાં 1 જુલાઈએ  ‘National Doctor’s Day’ તરીકે 1991 થી ઉજવાય છે અને ભારતીય મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા વાર્ષિક ધોરણે તેનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે  ફરી એકવાર,  બધા ડોક્ટરો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓ તેમના જીવનને જોખમમાં મૂકીને આ  પડકારરૂપ  સમયમાં  પ્રાથમિક તેમજ સમર્પિત COVID સંભાળ સુવિધાઓમાં નિરંતર  સેવા આપી રહ્યા છે. આજ ના દિવસે  તેમનો દિલથી આભાર માનીએ અને તેમની અને તેમના પરિવાર જાનો ની સુરક્ષા ની કામના કરીએ.  ચાલો આજે આપણે ભારતીયો સાથે મળીને આપણા ડોક્ટરો તેમજ સ્વાસ્થ્ય કર્મીઓ ને તેમની સુરક્ષા નું વચન આપીએ.

ડોક્ટરો તેમજ  પેરામેડિક સ્ટાફ પર પણ COVID-19 રોગચાળો ખુબ જ સખત  હ્યો છે કારણ કે તેઓ એ તેમના નજીકના પરિવારના સભ્યોને વાયરસથી ગુમાવ્યા છે તેમ છતાં તેઓ એ દિવસ રાત જોયા વગર પોતાની ફરજ બજાવી છે!

ICUમાં ગંભીર રીતે બીમાર COVID19 દર્દીની સારવાર કરવી, સંચાલન કરવું, તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે  ડોક્ટરો માટે પણ ખુબ જ  ભારી હોઈ છે. ડોકટરોએ દર્દીઓ અને તેમના સંબંધીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી પડે છે જ્યારે પોતાને વ્યવસાયિક રીતે કામ કરવા માટે ભાવનાત્મક રીતે તેમનાથી  અલગ  રાખવી   પડે છે. આવા કટોકટી ના સમયે તેઓ પણ burnout થઇ જાય  છે.

 જે  ડોકટરો  જીવલેણ વાયરસથી સંક્રમિત લોકોના જીવન માટે સતત લડતા રહે છે  તેમનું  મહત્વ સમજી, તેમના સામાજિક યોગદાન નું સન્માન કરીએ.

હું, ડો.પ્રશાંત તન્ના, પ્રિસીડન્ટ, આઇએમએ- જામનગર, મારા સાથી કોરોના વોરિયર્સ ને આજે તેમની નિસ્વાર્થ સેવા માટે અબિનંદન પાઠવું છું તેમજ તેમની સુરક્ષા અને સન્માન ની જાણવણી માટે સરકાર  શ્રી અને ઈશ્વર ને પ્રાર્થના કરું છું. આશા છે કે તેઓ આગળના પડકારો માટે તેમજ આગામી સમયમાં માનવતાની સેવા કરવા માટે સ્વસ્થ અને સલામત રહેશે.

જામનગરની જનતાને મારી નમ્ર વિનંતી કરું છું કે તેઓ આપણને સૌને  બચાવવા માટે કોવિડ યોગ્ય વર્તન અપનાવે તેમજ વહેલામાં વહેલી તકે પોતાનું તેમજ પરિવારજનોનું રસીકરણ કરાવે

( સંકલન::: ભરત જી.ભોગાયતા )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here