વેજલપુર પોલીસે કતલ કરવાના ઇરાદે ક્રુરતાપૂર્વક બાંધીને વાહનમાં લઇને જતા ત્રણ ગૌવંશને બચાવી લીધા.

0
27પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર ડી ચૌધરી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે વેજલપુર ગામે રહેતા સઇદ અબ્બાસ મલીક અને સરફરાજ શેખ ઉર્ફે કાચબો છોટા હાથી (ટાટા એસી) નંબર જીજે-૧૭-ટીટી-૯૫૯૭ માં કતલ કરવાના ઇરાદે ગૌવંશ ભરી ગોધરા તરફ જનાર છે અને તે હાઇવે રોડ બેઢીયા તરફથી આવનાર છે અને તેની આગળ પાયલોટ તરીકે મોટરસાયકલ ઉપર વેજલપુરના મોહમદ ઇબ્રાહિમ પાંડવા ઉર્ફે કસાઇ અને સલમાન એહમદ ભુરા આરીતે પાઇલોટિંગ કરી છોટા હાથી ટેમ્પો નિકાળવાના છે તેવી બાતમી મળતા સહયોગ હોટલ પાસે હાઇવે રોડ ઉપર ઉભા હતા દરમિયાન ઉપરોક્ત બાતમી મુજબ ની ગાડી આવતા પોલીસ ને જોઈ નાસી જવાની કોશિશ કરતા પોલીસે તેઓનો પીછો કરતા કસાઈઓ નાંદરખા ગામ નજીક ગાડી મૂકી નાશી ગયેલા ગાડીમાંથી પોલીસે એક ગાય તથા એક બળદ અને એક વાછરડું ક્રુરતાપૂર્વક કોઇપણ જાતના ઘાસચારા કે પાણીની સગવડ કર્યાં વગર બાંધેલ મળી આવેલા જે ત્રણ ગૌવંશની કિંમત રૂ.૪૫ હજાર અને છોટા હાથી જેની કિંમત બે લાખ સહિત ૨,૪૫૦૦૦/ લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બચાવેલા ગૌ વંશ ને સુરક્ષિત જગ્યાએ મોકલી આપેલ છે.

છેલ્લા કેટલાક સમયથી કાલોલ તાલુકાનું વેજલપુર ગામ ગૌ તસ્કરી અને ગૌ હત્યા, ગૌ માસ માટે નું એપી સેન્ટર બની રહ્યુ છે પોલીસ વિભાગ ના કર્મચારીઓ વખતો વખત ગૌ વંશ બચાવી ઉમદા કામગીરી કરી રહ્યા છે તેમ છતા પણ ગૌ હત્યા કરનાર ને કાયદા નો કોઈ ડર ના રહ્યો હોય તે રીતે ગુનાઓ બની રહ્યા છે ગૌભક્ત હોવાનો અને હિંદુવાદી સરકાર હોવાનો દાવો કરનાર સરકાર દ્વારા ગૌ હત્યા કરનાર સામે હજુ પણ કડક કાયદા બનાવાય તેવી બહુમતી હિંદુ સમાજની લાગણી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here