જંબુસર તાલુકાના સામોજ ગામે પટાવીને પાંચ વર્ષના બાળક સાથે બે સંતાનોના પિતાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ઝડપાઈ ગયો.

0
29વાહ રે ! કળિયુગ તારા આ ખેલ જંબુસર તાલુકાના સામોજ ગામે પટાવીને પાંચ વર્ષના બાળક સાથે બે સંતાનોના પિતાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ઝડપાઈ ગયો.

 

જંબુસર તાલુકાના સામોજ ગામે નવી નગરીમાં રહેતા એક યુવાને બપોરના સમયે પાંચ વર્ષ નો એક બાળક પોતાના ઘરના આંગણામાં રમત રમી રહ્યો હતો ત્યારે તેને પટાવી- ફોસલાવીને તેનું અપહરણ કરી નજીકમાં આવેલ ગામ તળાવ કિનારે જાડી ઝાંખરામાં લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને ત્યારબાદ તે બાળકને રડતી હાલતમાં તેના ઘર પાસે મૂકી જતો રહ્યો હતો ઉપરોક્ત બાબતની જાણ દીકરાના પરિવારને થતા તેના પિતાએ વેડચ પોલીસ માં ફરિયાદ દાખલ કરતા વેડચ પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના સામોજ ગામે નવીનગરીમાં રહેતા કલ્પેશભાઈ ઉર્ફે સતીશ મહેન્દ્ર રાઠોડ નામના એક શખ્સના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા દાંપત્યજીવનમાં તેમને બે સંતાનનું સુખ પ્રાપ્ત થયું હતું જોકે તે દારૂના નશામાં ચકચૂર રહેતો હોય જેથી તેની ધર્મપત્ની તેની કુટેવોથી કંટાળીને પોતાના પિયરમાં જતી રહી હતી આ કલ્પેશભાઈ ઉર્ફે સતીશ મહેન્દ્ર રાઠોડે બપોરના સમયે નવીનગરી સામોજ ગામે એક પાંચ વર્ષનો માસુમ લાડકવાયો તેના ઘરના આંગણામાં રમત રમી રહ્યો હતો ત્યારે તેને પટાવી ને તળાવ કિનારે આવેલ ખેતરના ઝાડી-ઝાંખરામાં લઇ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને ત્યાંથી કોઈ વટેમાર્ગુ પસાર થતું હોય તે જોઈ કલ્પેશ ઉર્ફે સતીશ તે દીકરાને રડતા ની હાલતમાં તેના પિતાના ઘરના આંગણામાં મૂકી ભાગી ગયો હતો આ ઘટના અંગે માસુમ દીકરાના પિતાએ વેડચ પોલીસ માં ફરિયાદ કરતા વેડચ પોલીસે ગુનો નોંધી આરોપી કલ્પેશ ઉર્ફે સતીશ મહેન્દ્ર રાઠોડ ને ઝડપી પાડયો હતો આગળની વધુ તપાસ સી.પી.આઇ

જંબુસર ચલાવી રહયાં છે.

 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જંબુસર તાલુકાના સામોજ ગામે આવો બનાવ બનતા આજુબાજુના પંથકમાં આ વાયુવેગે સમાચાર ફેલાતા આરોપી પ્રત્યે લોકોમાં તિરસ્કારની ભાવના જન્મી હતી અને ફફડાટ ફેલાઇ ગયો હતો .

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here