મધ્યામિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત

0
74છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. નસવાડી પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ પણ કબજે કરી છે. મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, તેણી કોઈના દબાણમાં આવ્યા વગર જાતે જ આપઘાત કરે છે. છેલ્લા કેટલાક મહિલાઓથી તેણીની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ મહિલાએ તમામ લોકોની માફી પણ માંગી છે. પત્રમાં પતિને સંબોધીને લખાયું છે કે, બંને બાળકોને સાચવજો.

અરવલ્લી જિલ્લાના માલપુરના રહેવાસી ભાવનાબેન ડામોર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા અને પતિ અને બે બાળકો સાથે રહેતા હતા. બુધવારે ભાવનાબેન ડામોરે આજે સવારે શાળાના શૌચાલયમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ સ્કૂલના શિક્ષકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને પોલીસ અને મહિલાના પરિવારજનોને જાણ કરી હતી. નસવાડી પોલીસે ઘટના સ્થળે દોડી જઇને નસવાડી પોલીસે મૃતદેહ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ કબજે કરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here