બાળકોમાં કોવિડ-૧૯ સંક્રમણને લઈને રાજ્ય બાળ સંરક્ષણ આયોગશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

0
42
અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

Inbox:આગામી લહેર એટલે કે ત્રીજી લહેર એ બાળકો માટે અતિ જોખમરૂપ રૂપ છે તેવું નિષ્ણાતોનું માનવું છે-રાજ્ય બાળ સંરક્ષણ આયોગશ્રી

બાળકોની રોગપ્રતિકારક શક્તિ બધા કરતા ખૂબ જ સારી હોય છે
જીલ્લા કલેકટરશ્રી

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીને લઈને વિશ્વ આખું ચિંતિત છે કે આ મહામારીનો અંત ક્યારે આવે. આ મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ઘણા પરિવારો આ પરિસ્થિતિ સામે હજુ સુધી ઝઝૂમી રહ્યા છે. જેમાં ભારતમાં પણ આ મહામારી સામે રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા હતા. પ્રથમ લહેર તથા બીજી લહેરમાં અનેક લોકોના મૃત્યુ થયા છે. જે અનુસાર નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં ત્રીજી લહેર આવશે જેમાં આ વેવ બાળકો માટે જોખમકારક સાબિત થશે
જે અંતર્ગત ત્રીજી લહેરને લઈને ગુજરાત રાજય પણ ચિંતિત છે કે બાળકોને આ લહેરમાંથી ઉગારવા તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેને પગલે અરવલ્લી જીલ્લાની જીલ્લા પંચયાતનાં કોમ્યુનીટી હોલ ખાતે બાળકોમાં કોવિડ-૧૯નાં સંક્રમણને લઈને માનનીય ચેરપર્સનશ્રી ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ શ્રીમતિ જાગૃતિબેન પંડ્યા તથા જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં આવનારી ત્રીજી વેવ માટે બેઠક યોજાઈ.
આ બેઠક દરમિયાન માનનીય ચેરપર્સનશ્રી ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ શ્રીમતિ જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું કે, નિષ્ણાતોનું માનવું છે આગામી સમયમાં ત્રીજી લહેર આવવાની શક્યતા છે. જે લહેર બાળકો માટે અતિ જોખમરૂપ સાબિત થશે. આ જોખમમાંથી બાળકોને કેવી રીતે ઉગારવા જે અંતર્ગત રાજ્યના રાજ્ય બાળ સંરક્ષણ આયોગ દ્વારા ૩૩ જીલ્લા અને ૨૫૧ તાલુકામાં ૧૮ થી ૧૯ બેઠકો કરાઈ છે, હવે ૧૨ થી ૧૩ જીલ્લામાં જ બેઠક યોજવાની બાકી છે. ટુંક સમયમાં જ યોજવામાં આવશે. જ્યારે આ મહામારીની શરૂઆત થઇ ત્યારે પહેલી લહેરમાં લોકો ખૂબ જ ગભરાયેલ હતા. શહેર અને ગામડાઓમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી લોકો પોતાના ઘરના બારી-બારણાં પણ બંધ રાખતા હતા. અને એક બીજાથી દુરી રાખતા હતા. આ લહેરનો અંત આવ્યા પછી લોકો આ મહામારીથી બેજવાબદાર થઇ ગયા હતા.કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન પણ અપાઈ હતી જેની લોકોએ પાલન નાં કરીને તેનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારબાદ બીજી લહેરની શરૂઆત થઇ ગઈ જેમાં ઘણા બધા પરિવારો અસ્ત-વ્યસ્ત થઇ ગયા ઘણા લોકોએ તેમના સ્વજનોને ગુમાવ્યા છે. જેના માટે આપને સૌ જવાબદાર છીએ. આપણી બેદરકારીના લીધે જ આ શક્ય બન્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, હવે દરેક નાગરિકની ફરજ બને છે કે હવે પછીની જે ત્રીજી લહરે આવવાની છે તેમાં આપને કોઈ પ્રકરની બેદરકારી નાં રાખીએ અને આ મહામારી સામે લડવા માટે શસક્ત અને જાગૃત નાગરિક બનીએ. આપણું તંત્ર, ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરે સારા કાર્યો કરી રહ્યા છે. તેઓ પ્રજાના કાર્યો સાથે જોડાયેલા છે. પ્રજા હવે કોરોનાની બીજી લહેરથી એલર્ટ થઇ ગયા છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ફરજપૂર્વક કામગીરી કરી રહી છે. દરેકે વ્યવસ્થાની સાથે રહીને ફરજ બજાવવાની છે. તાલુકા પંચાયતના પ્રમુખોને અપીલ કરાઈ કે ગામના સરપંચો,શિક્ષકો,આશાવર્કરો જોડે બેઠક યોજવી તેમની જોડે ચર્ચા વિચારણા કરવી. જેમ સરકાર દ્વારા સુત્ર અપાયું કે *“મારું ગામ,કોરોના મુક્ત ગામ”*તેમ આપણે પણ સ્લોગન અપનાવીએ કે *“મારું બાળક, કોરોના મુક્ત બાળક”* બને તેવા સ્લોગન અપનાવવા જોઈએ. તથા ઘરે-ઘરે જઈને સર્વે કરવો કે કેટલા બાળકો શરદી ખાંસી ,તાવ, થેલેસીમીયા જેવી બીમારીઓથી પીડિત છે તેની નોધ લેવી. ગામે-ગામે સ્ટીકર લગાવવા અને તેમાં આરોગ્ય અધિકારી,બાળ સુરક્ષા અધિકારીશ્રીઓના નંબરોના પોસ્ટર લગાવવા જેથી બાળકોને ઝડપથી અને તાત્કાલિક ધોરણે સુવિધા મળી રહે. કોરોનાની મહામારીમાં જે બાળકોએ માં-બાપ તથા માં-બાપમાં થી કોઈ એકને ગુમાવેલ બાળકોને રાજ્ય સરકાર યોજનાઓનો અમલ કરાયો છે જેના હેઠળ બાળકોને આર્થિક રીતે સહાય મળી રહી તેની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણું સૌથી મોટું શસ્ત્ર સેનેટાઈઝર, માસ્ક તથા સોશિયલડિસ્ટન્સ રાખવું.
બેઠકમાં જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, બાળકોના અધિકારો માટે ઘણી કામ કરતી સંસ્થાઓ છે, પહેલા અને બીજા વેવ બાળકો ઓછા સંક્રમિત હતા, ત્રીજી લહેર બાળકો માટે અતિ ઘાતક છે, બાળકોની રોગપ્રતિકારક શક્તિ બધા કરતા સારી છે, જે દરેક બાળકોને આ મહામારીમાં જે લોકોએ માં-બાપ ગુમાવેલ છે તેમણે સહાયો અપાવીશું. આપણે સૌ સાથે મળીને સારું કાર્ય કરી રહ્યા છીએ અને હજુ પણ વધારે કાર્યો કરતા રહીશું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતાબેન તેવટિયા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી કનુભાઈ મનાત, અધિક નિવાસી કલેકટરશ્રી આર.જે.વલવી, જીલ્લા કારોબારીના અધ્યક્ષશ્રી રાકેશભાઈ પટેલ, રાષ્ટ્રીય અધિકારીશ્રી શતાબ્દીબેન,જીલ્લા પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી દિલીપશ્રી બિહોલા, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષશ્રીઓ, સરપંચશ્રીઓ, SMC મેમ્બરશ્રી, શિક્ષકશ્રીઓ, તથા મુખ્ય સેવિકાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here