સસ્તું સોનું આપવાની લાલચ આપી પોણા ત્રણ કરોડની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

0
45જૂનાગઢ : જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાખેલ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે.એમ.મોરી તથા સ્ટાફના હે.કો. દેવાભાઈ, પો.કો. મુકેશભાઈ, કરણસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા મહારાષ્ટ્ર પોલીસની મદદમાં રહી, મુંબઈ ખાતે રહેતા ફરિયાદી દિપક નંદલાલ સિદ્ધપુરાએ ફરિયાદ નોંધાવેલ કે સસ્તામાં સોનુ અપાવવાની લાલચ આપી, સોનાની ખરીદી પેટે રૂ. 2,67,65,714/- રોકડા રૂપિયા લઈ, સોનુ કે રૂપિયા પરત આપ્યા ના હતા, રૂ. 2,67,65,714/- ની છેતરપિંડી કરનાર જુગલજોડી સામે ફરિયાદીએ તા. 22.05.2021 ના રોજ મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવેલ હતી.

મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના આશરે પોણા ત્રણ કરોડના છેતરપિંડીના ગુન્હામા સંડોવાયેલ આરોપીઓ (1) વિરલ વિજયભાઈ ડોડીયા તથા (2) પ્રવીણ પરસોત્તમભાઈ શખાવરા રાજકોટ વારાને ને મેંદરડા નજીક આવેલ મઘુવંતી ડેમ નજીક વિરલ ડોડીયાના ફાર્મ હાઉસ ખાતેથી પકડી પાડી, રાઉન્ડ અપ કરી, મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવેલ છે.

અહેવાલ : ભરત બોરીચાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here