પ્રતાપપરા ગામની સીમમાં આંકડા લખનાર એક શખ્સને આમલેથા પોલીસે રૂ.૧૨૦૦/- સાથે પકડી પાડ્યો

0
36
પ્રતાપપરા ગામની સીમમાં આંકડા લખનાર એક શખ્સને આમલેથા પોલીસે રૂ.૧૨૦૦/- સાથે પકડી પાડ્યો

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામની સીમમાં આંકડા નો ધંધો કરનાર એક શખ્સને આમલેથા પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

મળતી માહિતી અનુસાર આમલેથા પોલીસ પેટ્રોલીંગ માં હતી એ સમયે બાતમીના આધારે પ્રતાપપરા ગામની સીમમાં રેડ કરતા ત્યાં અશોકભાઇ કોયજીભાઇ વસાવા રહે.પ્રતાપરા નીચલું ફળીયું તા.નાંદોદ ખુલ્લી જગ્યામાં જાહેરમાં સટ્ટાબેટીંગ ના આંક ફરકના આંકડાઓ લખી પૈસાની લગાઇ લઇ હારજીતનો જુગાર રમી રમાડતા જુગારના સાઘનો તથા રોકડા રૂ.૧૨૦૦/- સાથે પકડાઇ જતા પોલિસે ગુનો દાખલ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here