ભાજપી કોર્પોરેટરોએ લાંચ લેવા માટે એક માસૂમ કિશોરનો ઉપયોગ કર્યો

0
18







વિરમગામ પાલિકાના ભાજપના બે કોર્પોરેટર અને એક મહિલા કોર્પોરેટરના પતિ આ લાંચ કેસમાં લેતા ઝડપાયા

ભાજપના કોર્પોરેટર અજય રૂપસંગ ઠાકોર અને અનિલ પટેલ ઉપરાંત વોર્ડ નંબર એકના ભાજપનાં કોર્પોરેટર કંચનબહેનના પતિ રતિલાલ ઠાકોર એમ કુલ ત્રણ લોકો લાંચમા સપડાયા છે. સરકારની સુજલમ સુફલામ યોજના અંતર્ગત માટીકામ માટે લાંચ માંગી હતી. ત્રણેય કોર્પોરેટરે ત્રીસ હજારની લાંચ માંગી હતી. જેમાં અનિલ પટેલને 10 હજારનો મોબાઈલ પણ આપવામાં આવ્યો હતો.

વિરમગામમાં ભાજપની આબરૂને બટ્ટો લાગ્યો છે. હદ તો એ થઇ કે આ લાંચ કેસમાં લાંચિયા ભાજપી કોર્પોરેટરોએ લાંચ લેવા માટે એક માસૂમ કિશોરનો ઉપયોગ કર્યો છે. લાંચિયા કોર્પોરેટરે તમામ હદ વટાવતા કિશોરને લાંચની રકમ લેવા મોકલ્યો હતો.

વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર (૧)અજય રૂપસંગ ઠાકોર (૨)અનિલ વાડીલાલ પટેલ તેમજ (૩) કંચનબેનના પતિ રતીલાલ ગાંડાભાઇ ઠાકોર સહિત આ ત્રણેય વ્યક્તિઓએ કુલ 30 હજારની લાંચની માંગણી કરેલ હતી. જે પૈકી આરોપી અનિલ પટેલને અગાઉ 10 હજારનો ફોન પણ આપેલ હતો, બીજી તરફ બાકીના રૂ.20 હજાર માટે ત્રણેય આરોપીઓ અવારનવાર માંગણી કરતા હતા. બીજી તરફ આ અંગેની વાતચીત ફરીયાદીએ મોબાઇલમાં ત્રણેય આરોપીની રેકોર્ડિંગ કરી હતી. બીજી તરફ ફરીયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોઇ એસીબીએ બાતમીના આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક તથા વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર અજય રૂપસંગ ઠાકોર એકબીજાના મેળાપીપણામાં પંચ રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ ગયેલ છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here