EDની ઓફિસે CBIએ પાડ્યા દરોડા, લાંચીયા અધિકારી ‘લાંચ’ લેતા ઝડપાયા

0
35







ગુજરાત રાજ્યની અમદાવાદની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસમાં CBIના ACB વિભાગે દરોડા પાડ્તા રાજકારણ સહિત ઓફિસર્સ બેડામાં પણ ચકચાર મચી ગઈ છે. આ દરોડામાં EDના બે અધિકારીઓ લાંચ રુશ્વત લેતા ઝડપાયા છે.

બીજી તરફ ED ડિપાર્ટમેન્ટ અલગ અલગ મામલે દરોડા પાડતી હોય છે, ત્યારે હવે ED ડિપાર્ટમેન્ટમાં જ દરોડા પડતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ ED ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી ડાયરેકટર અને આસીટન્ટ ડાયરેકટર લાંચ લેતા ઝડપાયા છે. અધિકારીઓને મિઠાઈની મલાઈ ભારે પડી ગઈ. હદ તો એ વાતની થઈ કે આ બન્ને અધિકારીઓએ 70 લાખથી વધુની લાંચ માગી હતી.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here