હાલોલ: આખરે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત ૨૬ સામે જૂગારધારાનો ગુનો નોધાયો.

0
87
પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલા જીમીરા રીસોર્ટમાં એલસીબી અને પાવાગઢ પોલીસે જૂગારની મહેફીલ રમાતી હોવાની બાતમી સાથે પોલીસે રેડ કરી હતી.જેમા પકડાયેલાઓ ૨૬ જણામા ખેડા જીલ્લાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તેમજ ૭ મહિલાનો સમાવેશ થાય છે.હાલ પોલીસ તમામને રિસોર્ટમાથી કાઢીને પાવાગઢ પોલીસ મથકે લઈ જઈને કાર્યવાહી હાથ ધરી છે.હાલોલના શિવરાજપૂર જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ને પંચમહાલ એલસીબીએ રંગે હાથે ઝડપી લીધા છે તેની સાથે જ પોલીસે 3.80 લાખ રોકડા,1.15 કરોડની કિંમત ની આઠ વાહનો અને છ બોટલ વિદેશી દારૂ કબ્જે લીધો છે.ઉલ્લેખનીય છેકે જુગારની મહેફિલ માણતા ઝડપાયેલા ધારાસભ્ય એક તબક્કે મીડિયાના કેમેરા સામે મોઢું છુપાવવાનો પ્રયાસ કર્યો હતો .દરમિયાન મીડિયાએ ધારાસભ્ય કોણ એમ પૂછતાં જ ધારાસભ્ય નિર્લજ્જ બની હું છું એમ બોલી ઉઠ્યા હતા.મિડીયા દ્વારા કેસરીસિંહને જૂગારની મહેફીલ બાબતે પુછતા તેઓ પોતાનો લુલો બચાવ કર્યો હતો.અને પોતે દારૂ પીતો નથી અને દારૂને હાથ નથી લગાડતો હોવાનૂ રટણ કર્યુ હતૂ.પોતે પાવાગઢ માતાજીના દર્શન કરવા અહી આવ્યો હતો,અને હુ અહી રિસોર્ટમા રેસ્ટ થવા આવ્યો હતો.અને પોલીસે તેમને પકડી લીધા હોવાનુ ઉમેર્યુ હતુ.કેસરીસિંહ જે જીમીરા રિસોર્ટ માં પત્તા ની સાથે કેસરિયા કરી રહ્યા હતા તે અતિ હાઈ પ્રોફાઈલ છે.બેન્કોક માં જે રીતે ભવ્ય કેસીનો માં અર્ધનગ્ન લલનાઓ કોઈન વડે કેસીનો જુગાર રમાડે છે તે જ રીતે અહીં જુગાર રમાડાતો હતો.ત્યારે આ અનીતિ ધામ માં કેસરીસિંહ પણ હાજર હોય એક સમયે રેડ દરમ્યાન પોલીસ પણ અસમંજસ માં મુકાઈ હતી.ઝડપાયેલ જુગાર રસિયાઓ પાસેથી છ વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી જે જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.પોલીસે તમામની તપાસ કરતાં 3.80 લાખ રોકડા અને લાખો ની દાર્શનિક કિંમત ધરાવતા પ્લાસ્ટિક કોઈન પણ માતબર જથ્થા માં મળ્યા હતા.પોલીસે પ્લાસ્ટિકના કોઈન ,પત્તાની કેટ,દારૂ ની બોટલો અને ધારાસભ્ય ની ફોર્ચુનર કાર સહિત કુલ આઠ વાહનો કબ્જે લીધા છે. સવાલ એ પણ થાય કે રિસોર્ટ સંચાલકે પણ કોના બેક ગ્રાઉન્ડ થકી પોતાના રિસોર્ટમાં જુગાર રમવા અને વિદેશી દારૂ અને યુવતીઓ સાથે પ્રવેશ આપવા હિંમત કરી એ પણ વિચારવા જેવી બાબત છે.ત્યારે આ તમામ ગતિવિધિઓ વચ્ચે અંતે રાજકીય હુંસાતુસી માં ભાજપી ધારાસભ્યનો ભોગ કોણે અને કેમ લીધો એ રહસ્ય હાલ તો અકબંધ છે.

જીમીરા રિસોર્ટ માં જુગાર રમતા ઝડપાયેલ 26 જુગારીઓ ના નામ

1 હર્ષદભાઈ લાલજીભાઈ પટેલ રહેવાસી અમદાવાદ

2 જયેશભાઈ રમેશભાઈ આકોલિયા રહેવાસી અમદાવાદ

3 પ્રમોદ સિંહ વિરેન્દ્રસિંહ ક્ષત્રિય રહેવાસી અમદાવાદ

4 જયેશભાઈ લાલજીભાઈ પટેલ વાડી રહેવાસી અમદાવાદ

5 ગીરીશભાઈ કાશીરામ પટેલ રહેવાસી અમદાવાદ

6 રાજેન્દ્ર ભાઈ લાલજી ભાઈ પટેલ રહેવાસી અમદાવાદ

7 રોમાં કેદાર બસનંત રહે ગાંધીનગર મૂળ નેપાલ

8 મંજુ કુસુમ પંત રહેવાસી ગાંધીનગર મૂળ નેપાળ

9 હર્ષાબેન દીપેનભાઈ ગોરીયા રહેવાસી સુરત

10 નીતાબેન વજુભાઇ પટેલ રહેવાસી સુરત

11 દિપેનભાઇ બાબુભાઈ પટેલ રહેવાસી અમદાવાદ

12 પ્રફુલભાઈ રામાભાઈ પટેલ રહેવાસી અમદાવાદ

13 અનિલભાઈ રમેશભાઈ આકોલિયા રહેવાસી અમદાવાદ

14 નિમેષભાઈ ધીરુભાઈ પટેલ રહેવાસી અમદાવાદ

15 મોનાર્ક ગણપતભાઈ પટેલ ( ધાણાની ) રહેવાસી અમદાવાદ

16 વિક્રમ મણિસિંહ બસનંત રહેવાસી ગાંધીનગર મૂળ રહે નેપાલ

17 શૈલેષભાઈ કાનજીભાઈ માયાણી
રહેવાસી સુરત

18 સંજયભાઈ બળદેવભાઇ પટેલ રહેવાસી અમદાવાદ

19 મંજુબેન રામુલભાઈ સીવાલ રહેવાસી નેપાલ

20 પીનાબેન હર્ષદભાઈ પટેલ રહેવાસી અમદાવાદ

21 બબીતા ગણેશભાઈ પોખરેલ રહે અમદાવાદ

22 મહેન્દ્રભાઈ મણીભાઈ પટેલ રહેવાસી આણંદ

23 જયેશભાઈ રતિભાઈ કાછડીયા રહેવાસી વડોદરા

24 વિક્રમ ભાઈ જેઠા ભાઈ પરડવા રહેવાસી જુનાગઢ હાલ વડોદરા

25 પ્રકાશભાઈ લાલજીભાઈ ચોડવડીયા રહેવાસી અમદાવાદ

26 કેસરીસિંહ જેસીંગભાઇ સોલંકી રહેવાસી ખેડા. ( ધારાસભ્ય માતર )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here