વિજાપુર જુગાર ના અડ્ડા ઉપર મોનીટરીંગ સેલ ગાંધીનગર ની રેડ બાદ પીઆઇ ની બદલી ચાર પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

0
90વિજાપુર માં મોનીટરીંગ સેલ ની જુગાર ઉપર રેડ બાદ પોલીસ ચાર પોલીસ કર્મીઓ સસ્પેન્ડ ઇન્ચાર્જ પીઆઇ ની બદલી

ગાંધીનગર મોનીટરીંગ સેલ ની રેડ માં ૧૪ લોકો સહીત વધુ મુદ્દામાલ સાથે જડપાતા પોલીસ નિષ્ક્રિયતા બહાર આવી

વિજાપુર શહેર વિસ્તારમાં કુમાર શાળા ની સામે સનરાઈઝ બિઝનેશ સેન્ટર ના કોમ્પ્લેક્ષ પાસે વિસનગર જવા માટેના સ્ટેન્ડ ની પાછળ મોનીટરીંગ સેલ ગાંધીનગર ના અધિકારી આઈડી વાઘેલા દ્વારા શહેર માં નટવર સિંહ ના ચાલતા જુગારના અડ્ડા ઉપર રેડ પાડી હતી જેમાં ૧૪ લોકોને ૫૫૩૫૦/-ની રોકડ રકમ સાથે કુલ ૧૭૯૩૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કોલીટી કેસ બન્યો હતો જેને લઇને શહેર માં પોલીસ ની નિષ્ક્રિયતા બહાર આવતા જીલ્લા પોલીસ વડા ડો પાર્થ રાજ સિંહજી ગોહિલે આકરો નીર્ણય લઈ ઇન્ચાર્જ પીઆઇ આરજી ચૌધરી ની બદલી કરીને ચાર પોલીસ કર્મીઓ નિમિષા બેન અશોકભાઈ એએસઆઈ તથા રીતેશભાઈ વાલજી ભાઇ હેડ કોન્સ્ટેબલ બીટ જમાદાર તથા ભવાનજી વિઠાજી ડી સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ તેમજ ગોવિંદજી દશરથજી કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરી બુટલેગરો તેમજ અસામાજીક તત્વો ને છોડીને નિર્દોષ લોકો ઉપર ઘોસ જમાવતા પોલીસ કર્મીઓ દાખલો બેસાડી જીલ્લા માં થઈ રહેલા અસામાજીક તત્વો ઉપર અંકુશ ના આદેશો નો પાલન કરવો તેવું આકરા ઓર્ડર દ્વારા પોલીસ કર્મીઓ ને જણાવી દેવાયું છે જોકે છેલ્લા ઘણા વર્ષ થી નટવર સિંહ જુગાર ચલાવતો હોવાનું તેમજ જુગાર સહિત પ્રોહીબિશન ના વીસ કેસો નોંધાયેલ હોવા છતાં જુગાર નો અડ્ડો ચાલતો હોવાનો પ્રશ્ન એ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા માં આવતા પોલીસ બેડા માં ભારે હલચલ મચી જવા પામી હતી
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here