ધનસુરા તાલુકાની કેનપુરકંપા પ્રા શાળા માં 200 થી વધુ છોડ,વૃક્ષ ને નેમ પ્લેટ લગાવવામાં આવી

0
28અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ધનસુરા તાલુકાની કેનપુરકંપા પ્રા શાળા માં 200 થી વધુ છોડ,વૃક્ષ ને નેમ પ્લેટ લગાવવામાં આવી

ધનસુરા તાલુકાની કેનપુરકંપા પ્રાથમિક શાળા માં 200 થી વધુ છોડ,વૃક્ષ ને નેમ પ્લેટ લગાવવામાં આવી હતી કેનપુરકંપાના શિક્ષકોએ શાળાના કેમ્પસમાં 200 ઉપર નાના મોટા છોડવા,ક્ષુપ,વૃક્ષ, વેલા દરેકને તેના બોટનીકલ,અંગ્રેજી અને ગુજરાતી ભાષાની નેમ પ્લેટ સાથે સજાવી શિક્ષણ ના સ્તરને વધુ વેગવંતુ બનાવવા પ્રયત્ન કર્યો હતો શાળા
ના પટેલ સુમનભાઈ,પટેલ પારુલબેન,પટેલ ભાવનાબેન,સોલંકી પંકજભાઈ,પટેલ નિલેષભાઈ,પંડ્યા ઉન્નતીબેન સહિત સમગ્ર સ્ટાફે પર્યાવરણ પ્રયોગશાળા ના પ્રોજેક્ટ રૂપે આ કાર્ય કર્યું હતું વિદ્યાર્થીઓ ને જાણકારી પ્રાપ્ત થાય એટલે
તે વનસ્પતિ ના નામ,વનસ્પતિ નાં અંગ્રેજી સ્પેલિંગ અને વૈજ્ઞાનિક નામ પણ ઉમેરવામાં આવ્યા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here