આસ્થાના કેન્દ્ર સમાન કાલોલના સિધ્ધનાથ મહાદેવ અને ગોવર્ધન નાથજી મંદિર નજીક તકલાદી રોડ અને ખુલ્લી ગટરો થી લોકો પરેશાન

0
30પંચમહાલ.કાલોલ
રિપોર્ટર‌.સાજીદ વાઘેલા
કાલોલ નગરપાલિકા દ્વારા તાજેતરમાં બનાવેલા સી.સી.રોડ તકલાદી કામની વાત નવી નથી સમગ્ર નગરમાં ગુણવત્તા વગર ના કામો કરી સરકારી નાણાનું આંધણ કર્યું છે મળતી વિગત મુજબ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરની કેટલીક રકમનું ચૂકવણું પેંડિંગ કરવામાં આવ્યું છે ત્યારે કાલોલ નગર ના ગોવર્ધન નાથજી મંદિર કે જે મોટા મંદિર તરીકે ઓળખાય છે તથા તેની સામે જ આવેલા સિદ્ધનાથ મહાદેવ ના મંદિર આ બંને મંદિર નજીક તકલાદી રોડ બનાવવાથી સામાન્ય નગરજનો અને ભાવિક ભક્તો પારાવાર હેરાન થાય છે આ વિસ્તારમાં ખુલ્લી ગટરો અને ગટર પર બેસાડેલા તૂટેલા પથ્થરોં ને કારણે અવારનવાર વાહનચાલકોના વાહન ના ટાયર ખુલ્લી ગટરોમાં ખાબકી જવાના કિસ્સાઓ બને છે આ ઉપરાંત સીસી રોડના હલકી ગુણવત્તાના કામને કારણે કપચી બહાર નીકળી જાય છે અને ચોમાસામાં આનાથી પણ ખરાબ હાલત થાય તે સંભાવનાઓ છે ત્યારે નગરજનો નગરપાલિકા પાસે તાકીદે આ વિસ્તારમાં તુટેલા પથ્થર બેસાડી નવો રોડ બનાવાય તેવું ઇચ્છી રહ્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here