નેત્રંગ માં જાડી ચામડીનો બોગસ તબીબ પિયુષ શર્મા એક માસના સમયગાળામાં જ બીજી વખત જેલ ભેગો થયો.

0
60
 

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯


રાજય સરકાર ના આદેશ ને લઈને નકલી ઝોલાછાપ ડૉકટરો પકડવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે નેત્રંગ પોલીસ દ્વારા નેત્રંગ ટાઉન માથી ફરી એક વાર જાડી ચામડીના ઝોલાછાપ તબીબી ને એક માસના સમયગાળામાં બીજી વખત ઝડપી પાડી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં મહેમાન કરાવી. બોગસ ડૉકટરો ને બીજી વખત ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.

તો બીજી તરફ છેલ્લા કેટલાક વષઁ થી ઝોલાછાપ ડૉકટરો ના ધમધમતા દવાખાના ઓ બાબતે જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ના જવાબદાર અધિકારીઓનુ ધ્યાન દોરવા છતા પાપડી સાથે ઈયળ બફાય ની કહેવત ને લઇને ઝોલાછાપ ડૉકટરો ના દવાખાના પણ ચાલવા દીધા હોવાનું પંથક ભરની પ્રજામાં ચચાઁઇ રહ્યુ છે.

રાજય સરકાર દ્વારા નકલી ડૉકટર ઝડપી પાડવાની ચાલી રહેલ ઝુંબેશ ને લઇને નેત્રંગ ટાઉન મા તેમજ પંથક મા રાજકીય ગોડફાધરો તેમજ આરોગ્ય વિભાગ ના અધિકારીઓ ની છત્રછાયા નીચે કેટલાક વષઁ થી નેત્રંગ જેવા પછાત તાલુકા મા વસતા અભણ ભોળા અબુધ આદિવાસી ભાઇ બહેનો તેમજ તેમના બાળકો ના આરોગ્ય ની સુખાકારી સાથે ચેડા કરી રાતોરાત લાખોપતિ થવા નિકળી પડેલા ઝોલાછાપ ડૉકટરોને ઝડપી પાડવાની ઝુંબેશ હાલમાં ચાલી રહી છે.

ત્યારે નેત્રંગ પોલીસને મળેલ બાતમીના આધારે પી.એસ.આઇ. એન.જી. પંચાણી તેમજ સ્ટાફ દ્રારા બાતમી ના આધારે નેત્રંગ ચારરસ્તા વિસ્તારમાંથી તા.૦૩/૦૬/૨૦૨૧ ના રોજ નેત્રંગ માંડવી રોડ પર એક શોપીંગ સેન્ટર આવેલ “આશીર્વાદ ક્લિનિક” તેમજ ટાઉન ના સ્ટેશન વિસ્તારમાં પોતાના મકાન મા દવાખાના નુ ચલાવતો પિયુષ વિનોદભાઇ સરકાર(શર્મા) મુળ રહે પ્રશ્રિમ બંગાળ ને ઝડપી લઇને ક્લિનિક ચલાવવા બાબતનું સરકાર દ્વારા કોઇ પરવાનગી લીધી છે, કે કેમ ડૉકટર હોવાનું કોઇ સઁટીફીકેટ છે, કે કેમ તે બાબત ની પુછતાજ કરતા કોઈ પણ જાતના આધાર પુરાવો રજુ નહિ કરતા દવાઓના જથ્થા સાથે કુલ ૪,૯૪૪/- રૂપિયા ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલ ભેગો કરી દીધા હતો.

પરંતું આ જાડી ચામડીના ઝોલાછાપ ડૉકટરે ફરી એક વાત પોતાનું બોગસ ક્લિનિક ધમધમતું કરી દેતા ફરી એક વાર નેત્રંગ પોલીસે તા.૦૧/૦૭/૨૦૨૧ ના રોજ બાતમી ના આધારે રેડ કરી બોગસ ડોક્ટર શર્માને ૧૬,૮૬૨/- ના દવાના જથ્થા સાથે જેલ ભેગો કરી દીધો હતો. કોણા પીઠબળ થી આ બોગસ તબીબ જન આરોગ્ય સાથે છેડા કરે છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

બોક્ષ-૧
“કોણ પકડાયું મને…. મને તો કોઈ માહિતી જ નથી….. નથી મને કોઈ નોલેજ નથી….” ડૉક્ટર એસોસિએશન પ્રમુખ,નેત્રંગ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here