ડાંગ જિલ્લામા ૭૨મા વન મહોત્સવ અંતર્ગત રોપા વિતરણ શરૂ કરાયુ :

0
46


ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામા ૭૨મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ ફળાઉ, અને ઔષધિય રોપાઓનુ વન વિભાગની જુદી જુદી નર્સરીઓ ઉપરથી વિતરણ શરૂ કરાયુ છે.

દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી નિલેશ પંડ્યા તરફથી મળેલી વિગતો અનુસાર દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તક આહવા તાલુકામા ત્રણ નર્સરી દેવીનામાળ, પીપલપાડા, અને સાપુતારા આવેલી છે. જ્યારે વઘઇ તાલુકામા ભવાડી, બોટાનીકલ ગાર્ડન, અંબિકા, અને ચીખલદા મળી કુલ સાત નર્સરીઓ કાર્યરત છે. જેમા સને ૨૦૨૦/૨૧ દરમિયાન કુલ અઢી લાખ રોપાઓનો ઉછેર કરવામા આવ્યો છે.

જેમા આંબા, આમળા, અર્જુન સાદડ, અરડુસો, આસોપાલવ, અરીઠા, સીતા અશોક, બદામ, બહેડા, બંગાળી બાવળ, બીલી, બોરડી, બોરસલ્લી, ચંદન, ચારોળી, દાડમ, દેશી બાવળ, ગરમાળો, ગોરસ આમલી, ગુલમહોર, ગુંદી, જામફળ, જાંબુ, કણજી, કરંજ, કાજુ, કાસીદ, કાંઠી, કાઈજેલીયા, ખેર, ખાટી આમલી, ખીજડો, લીમડો, લીંબુ, મહુડો, નીલગીરી, પેલ્ટો ફોરમ, પિંકોશિયા, પેંડુલા, પીપળો, રેઇન ટ્રી, રાયણ, સાગ, સાદડ, સરગવો, સિંદૂર, સેવન, સિરસ, સીતાફળ, સીસુ, સરૂ, ઉમરો, વડ, વાંસ, ફૂલછોડ, તુલસી, ટેકોમા, હરડે સહિત અન્ય રોપાઓનો ઉછેર કરાયો છે.

વન વિભાગ દ્વારા ૭૨મા વન મહોત્સવમા વ્યાપક લોકભાગીદારી કેળવવા માટે સરકારી, અને બિનસરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, સહકારી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો સહિત વૃક્ષ પ્રેમી સંગઠનોને આ રોપઓનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવી રહ્યુ છે. જેનો લાભ લઇ વન જતન, સંવર્ધનના પવિત્ર યજ્ઞકાર્યમા સૌને સહયોગ આપવાની શ્રી નિલેશ પંડ્યાએ અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here