કડીયાણા મકાનમાથી તસ્કરો કર્યો હાથફેરો ચાંદીના દાગીનાની ચોરી

0
35મકાનની પાછળથી બારીની જાળી તોડીને આપ્યો ચોરીને અંજામ

હળવદમા દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં છે ચોરીના બનાવો રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ નિવડી હોય તેવો માહોલ સર્જાયો છે હપ્તાખોરીમા વ્યસ્ત પોલીસ લોકોની જાનમાલના રક્ષણ કરવામાં વામળુ પુરવાર થયું છે ત્યારે ફરી એકવાર કડીયાણામા મકાનની પાછળથી બારીની ગ્રીલ તોડીને ચાંદીના દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે જ્યારે ચોરી અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના કડીયાણાના રણજીતભાઈ હરખાભાઈ વઢરકીયા રહેણાંક મકાનના ફળીયામાં સુતા હતા અને તે દરમિયાન મકાનની પાછળ આવેલી બારીની ગ્રીલ તોડીને ચાંદીની ઝાંઝરી અને જુડા સહિત અંદાજે ૪૦ હજારના દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા જ્યારે બનાવ અંગે સવારે મકાનની તપાસ કરતાં સામાન અસ્તવ્યસ્ત જણાતા તમાપ કરતાં ચોરી થયાનુ સામે આવ્યું હતું જ્યારે ચોરી અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે હળવદના વિવિધ વિસ્તારોમાં ચોરોએ રીતસરના ધામા નાખ્યાં છે અને હપ્તાખોરીમા વ્યસ્ત પોલીસ દ્વારા ચોરીના બનાવો પર અંકુશ મુકવામાં વામળુ પુરવાર થતાં તસ્કરોને મોકળું મેદાન મળ્યું છે ત્યારે આજે ફરીવાર પરસેવાની કમાણીથી બનાવેલા દાગીનાની ચોરી થતાં લોકોની જાનમાલની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા થયા છે ત્યારે હવે ચોરીના બનાવો ક્યારે અટકશે તે પણ જોવું રહ્યું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here