રાજકોટ જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગ પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી માગતા ખળભળાટ.

0
56આર.ટી.આઈ. કાર્યકરે આંગણવાડીના મકાનની માગી વિગતો.

રાજકોટ જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગ હસ્તક ચાલતી આંગણવાડીઓના ગ્રામ્ય કક્ષાના વિસ્તારોમાં ઘણી બધી આંગણવાડીના મકાનોની હાલત સાવ નબળી હોય તેના અહેવાલો પ્રસિધ્ધ થતાં ગ્રામ્ય કક્ષાના આર.ટી.આઈ. કાર્યકરે રાજકોટ જાહેર માહિતી અધિકારી પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ.વિભાગ પાસે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ માહિતી માગી.

આર.ટી.આઈ. કાર્યકરે માહિતી માગી તેની વિગતોમાં જણાવેલ છે કે રાજકોટ જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળ કુલ કેટલી આંગણવાડી કાર્યરત છે તેના કુલ કેટલા મકાનો સરકારી યોજના છે. કેટલા ભાડાના મકાનો પર આંગણવાડી ચાલે છે. કેટલા આંગણવાડી ના મકાનોમાં વીજ પુરવઠા ની સુવિધા છે કેટલા મકાનોમાં પાણી કનેક્શન ની સુવિધાઓ છે તેની તમામ વિગતો આર.ટી.આઈ. કાર્યકર દ્વારા માગવામાં આવેલ છે આર.ટી.આઈ. કાર્યકરે માહિતી માગતા આઈ.સી.ડી.એસ. વિભાગ માં ખળભળાટ મચી ગયો છે હવે આ માહિતી કેટલું સત્ય બહાર આવે તે આગામી સમય બતાવશે?LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here