ગટરના ચેમ્બરમાં સફાઇ માટે ઉતરેલા બે કામદાર અને સુપરવાઇઝરનું ગેસ ગુંગળામણથી મોત

0
70સેલવાસ પાલિકાના ડોકમરડી વિસ્તારમાં આવેલી ગટરના ચેમ્બરમાં આજે ગુરૃવારે બપોરે સાફ સફાઇની કામગીરી વેળા બે મજૂરો સાથે સુપરવાઇઝરમાં ગેસ ગુંગણામણને કારણે ફસાય ગયા હતા. ઘટનાને પગલે જિલ્લા કલેકટર, પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચી ગયો હતો. ચેમ્બર્સમાં ફસાયેલા ત્રણે કર્મચારીને બહાર કાઢવા નજીકમાં સમાંતર ખાડો ખોદી હાથ ધરાયેલી કામગીરીમાં એક૫છી એક ત્રણેય કામદારની લાશ બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં ગંભીર બેદરકારી છતી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસ નગર પાલિકાના સાફ સફાઇ કોન્ટ્રાકટમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા આજે ગુરૃવારે બપોરે ડોકમરડી વિસ્તારમાં ગટરની ચેમ્બર્સ સાફ સફાઇ કરવા કવાયત આદરી હતી. બાદમાં એક કામદાર રાજુ ચેમ્બર્સ ઉતર્યા કોઇ પ્રત્યુત્તર નહી આપતા અન્ય કામદાર ઈશ્વર ચેમ્બર્સમાં ઉતર્યો હતો. જો કે બન્ને કામદારો પરત બહાર નહી આવતા સુપરવાઇઝર ધાર્મિક પણ બચાવવા ઉતર્યો હતો.

સુપરવાઇઝર સહિત ત્રણેય ગેસ ગુંગણામણને લઇ ફસાય ગયા હતા. જ્યારે અન્ય એક કર્મચારી ત્રણેયને બચાવવા જતા તે પણ ફસાતા લાશ્કરો અને પોલીસે તેને તુરંત બહાર કાઢી લીધો હતો.

પાલિકા બે કામદાર સહિત ત્રણ કર્મચારી ચેમ્બર્સમાં ફસાઇ ગયાની ઘટનાને પગલે જિલ્લા કલેકટર સંદિપકુમાર, ચીફ ઓફિસર,પાલિકા પ્રમુખ સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસ અધિકારી દ્વારા ત્રણેય કર્મચારીને બહાર કાઢવા જેસીબીની મદદથી નજીકમાં સમાંતર ખોડો ખોડવાની કામગીરી શરૃ કરી હતી. જે દરમિયાન એક પછી એક ત્રણેય કામદારોની લાશ બહાર કાઢવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે લગભગ ૧૫થી ૨૦ ઉડી ચેમ્બર્સમાં સાફ સફાઇ કરવાની હોય ત્યારે કામદારોને સલામતી માટે કોન્ટ્રાકટર દ્વારા કોઇ સુવિધા અપાઇ ન હતી. ચેમ્બર્સમાં ગેસનું વધુ પ્રમાણ હોય અને જોખમરૃપ હોવા છતાં કોઇ તકેદારી રાખવામાં આવી ન હતી. કર્મચારીઓ સુરક્ષાના સાધનો વિના ચેમ્બર્સમાં જીવના જોખમ સફાઇ કરવા ઉતર્યા હતા. આખરે જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર બેદરકારી છતી થઈ છે ત્યારે પ્રશાસન ગંભીરતાથી પગલા ભરે તે જરૃરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here