ગરીબોને મફત સારવાર આપતી માં કાર્ડ યોજનાઓ એક વિરાટ કૌભાંડ.??

0
49
માં કાર્ડ યોજનાથી ગરીબ લોકો ખાનગી હોસ્પિટલોમાં પાંચ લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશિર્વાદ ગણાતી યોજના સતાધિશોનું એક વિશાળ કૌભાંડ છે, ખાનગી હોસ્પિટલો મફત સારવાર આપતી નથી પરંતુ જનતાની તીજોરીમાંથી કરોડો રૂપિયા ખાનગી હોસ્પિટલોને ચુકવવામાં આવે છે,

સરકારી હોસ્પિટલો જનતાની તિજોરીના પૈસે રીનોવેશન કરે છે અથવા નવી સરકારી હોસ્પિટલો બનાવે છે તે એક પછી એક ખાનગી કંપની જેવા ટ્રસ્ટને સંચાલન માટે આપે છે જેથી ટ્રસ્ટીઓ ધંધો કરીને નફો કમાય છે,

સરકારી હોસ્પિટલોમાં સોનોગ્રાફી, સીટી સ્કેન, એકસ-રે લેબ, સહિત વિવિધ તપાસોની કોઇ લેબોરેટરીઓ બનાવવામાં આવતી નથી મશીનરીઓ વસાવવામાં આવતી નથી, જુદા જુદા તમામ રોગોની સારવાર માટે હજારો પ્રકારની આધુનિક મશીનરીઓ ખાનગી હોસ્પિટલોમાં વસાવવામાં આવે છે એવી કોઇ સુવિધાઓ સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવતી નથી, છેલ્લા ૨૦ વર્ષમાં જીલ્લાઓ તાલુકાઓમાં સીટી સ્કેન મશીનો તથા આધુનિક મશીનરી વસાવવામાં આવી નથી

પરંતુ ખાનગી હોસ્પિટલોએ મશીનરીઓ વસાવી મોટી બિલ્ડીંગો બનાવી તેના ખર્ચ કાઢવા માં કાર્ડ જેવી યોજનાઓથી દર્દીઓને ખાનગી હોસ્પિટલોને સરકાર કરોડો રૂપિયા ચુકવી રહી છે,

તમામ સમાજ આદિવાસીઓ, અનુસુચિત સમાજો, અને બક્ષીપંચની જાતીઓ રાજયની જી.એસ.ટી. આવકવેરા, એકસાઇઝ, સર્વિસ ટેકસ, સહિતના આવકના કુલ કરવેરાના ૭૦ ટકા કરવેરો ભરે છે આ કરવેરાના રૂપિયાથી સરકારી હોસ્પિટલો આધુનિક સારવારની કાયમી મફત વ્યવસ્થા ઉભી કરવાને બદલે સરકારી આરોગ્ય વ્યવસ્થા ધીરે ધીરે બંધ કરી પ્રજાના પૈસાથી ખાનગી હોસ્પિટલોને બેઠેબેઠા કરોડો રૂપીયાનો વેપાર ધંધો આપવા માં કાર્ડ જેવી યોજનાઓ લાવીને સતાધીશો પ્રજાને છેતરી રહી છે,

વસતી પ્રમાણે તાલુકા મથકો ઉપર મોટી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલો બનાવવી જોઇએ તેના બદલે આઉટસોર્સિંગની કંપનીઓને નફો કરાવવા રોજમદારો મારફત પીએચસી કેન્દ્રો ચલાવાય છે,

એક દિવસમાં માં કાર્ડ બની જાય છે તેથી રાતોરાતો લોકો ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવા પહોંચી જાય છે, માં કાર્ડ યોજનાથી સીધી કમાણી કરતી ખાનગી હોસ્પિટલોમાં કોન્ટ્રાક્ટ થી સરકારી માણસો માં કાર્ડ ની ખરાઇ અને રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, સતાધીશોએ સમજી વિચારી આયોજનપુર્વક માં કાર્ડ અને આયુષ્ય કાર્ડ યોજનાથી ખાનગી હોસ્પિટલોને પુરતો ધંધો આપી રહ્યા છે,

ખાનગી હોસ્પિટલોમાં લેબોરેટરી અને ઓપરેશન ખર્ચના સરકારી તીજોરીમાંથી પૈસા મળે છે સાથે સાથે રહેવાના રુમ ભાડા અને બીજા પરચુરણ ખર્ચ દર્દીઓના પરીવારે ચુકવવા પડે છે એટલે ખાનગી હોસ્પિટલો અને સતાધીશો હળીમળીને ગરીબ દર્દીઓની મફત ખાનગી સારવારના ઉજળા નામે સરકારી પૈસા ખાનગી હોસ્પિટલોમાં આપી રહી છે,

માં કાર્ડ જેવી યોજનાઓમાં ચુકવાતા કરોડો રૂપિયા ખાનગી દુકાનોને આપવાને બદલે તાલુકા અને જીલ્લાઓમાં આધુનિક સરકારી હોસ્પિટલો બનાવવાને બદલે સતાધિશો પ્રજાની તીજોરીમાં બારીઓ બનાવીને ખાનગી હોસ્પિટલોમાં પૈસો ઠાલવી રહી છે

માં કાર્ડ અને આયુષ્ય કાર્ડ યોજના પાછળ સતાધીશો, મેડિકલ માફિયાઓની સીધી સાંઠગાંઠ સ્પષ્ટ છે.?

ગુજરાતની શિક્ષિત પ્રજાએ માં કાર્ડ યોજના સમજવી જોઇએ, કારણ કે ખરેખર આ યોજના અંતર્ગત કેવા લોકોને કાર્ડ આપવામાં આવે છે તે પણ રહસ્યમય છે ખાનગી હોસ્પિટલો સામાન્ય બિમારીની સારવારમાં જતા મોટાભાગના દર્દીઓ ડોકટરો દ્વારા નાના મોટા ઓપરેશનની જરૂરિયાત હોવાથી મફત સારવાર કરાવી લેવા માં કાર્ડ કઢાવી લેવાની સમજણ અને ભલામણ કરવામાં આવે છે, ગુજરાતમાં ૫૦ ટકાથી વધુ વસતી ગરીબ અને નીચલા મધ્યમ વર્ગની હોવાથી લાખો લોકોને તાત્કાલિક માં કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે

ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી વધુને વધુ લોકોને માં કાર્ડ કાઢી આપવાની સતાધીશોએ યોજના બનાવી છે, હાલ ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ પુરો થતા જીલ્લા સરકારી હોસ્પિટલોમાં તુરંત માં કાર્ડ કાઢી આપવામાં આવે છે કાર્ડ મેળવીને દર્દીઓ ખાનગી હોસ્પિટલો સારવાર કરાવવા જતા રહે છે કાર્ડ મેળવવા સરકારી હોસ્પિટલમાં જાય છે પણ સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા નથી સરકારી તીજોરીમાંથી પૈસા ખાનગી હોસ્પિટલોને મળે તે રીતે મુર્ખતાથી લોકો દવાથી સાજા થાય એવી નજીવી બિમારી સબબ નાની મોટી સર્જરીઓ કરાવી રહ્યા છે,

ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આપવાના માં કાર્ડ અને આયુષ્ય કાર્ડ યોજના અંતર્ગત ગુજરાતની કેટલી હોસ્પિટલોને યોજના શરુ થ ઈ ત્યારથી અત્યાર સુધીમાં કેટલા કરોડ રૂપિયા ચુકવાયા અને કેટલા દર્દીઓને કેવી સર્જરીઓ કરવામાં આવી તે સતાધીશોએ દર મહીને રીપોર્ટ કાર્ડ જનતા સમક્ષ જાહેર કરવુ જોઇએ, ગુજરાતમાં ગામ અને શહેર મુજબ સતાધીશોએ કેટલા લોકોને કાર્ડ આપ્યા છે તેના નામ સરનામા સાથેની યાદી ઓનલાઇન જાહેરમાં પ્રસિદ્ધ કરવી જોઇએ.

ખાનગી હોસ્પિટલોને જનતાની તીજોરીમાંથી પૈસા ચુકવાય છે તો ચુકવવામાં આવતા રૂપિયા, કાર્ડ ધારકોની યાદી જનતા સમક્ષ પ્રસિદ્ધ કરવી સતાધીશોની જવાબદારી અને ફરજ છે.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here