સુરતમાં AAPના અધ્યક્ષના ઘરે ભાજપના કાર્યકરો જતા હોબાળો

0
58


સુરતના મોટા વરાછા સુદામા ચોક ખાતે રહેતા ગોપાલ ઈટાલીયાના ઘરે ભાજપ સમર્થિત ચારેક યુવાનોએ પહોંચીને તેમની ગેરહાજરીમાં તેમની માતા સાથે પણ જીભાજોડી કરી હતી.સાથે જ તેમને ભગવદ ગીતા આપવાનો પ્રયાસ કરાયો હતો. જેથી ગોપાલ ઈટાલીયાએ પોલીસને જાણ કરવાની સાથે કહ્યું હતું કે, પાટીલના માણસોએ મારા મમ્મી અને બહેન સાથે અભદ્ર વર્તન કર્યું છે. હાલ અમરોલી પોલીસે યુવકોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ભાજપ સમર્થકો અમિત આહીર અને વિકાસ આહીર સહિતના યુવકો પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના ઘરે તુલસી રેસીડેન્સીમાં પહોંચ્યા હતાં. એપાર્ટમેન્ટના તમામ દરવાજા ખટખટાવીને ઘરમાં રહેલા સભ્યોને પૂછ્યું હતું કે, તમને ભગવદગીતા જોઈએ છે. ત્યારબાદ ચાર યુવકો ગોપાલ ઇટાલીયાના ઘરે પહોંચતા તેમને પૂછ્યું કે, ગોપાલ ઇટાલીયા જો ઘરમાં હોય તો તેને બહાર બોલાવો. ત્યારે તેની માતા સાથે દલીલો કરીને અસભ્ય વર્તન કર્યું હતું. જો તમારે એપાર્ટમેન્ટના લોકો પણ ત્યાં એકત્રિત થઇ જતાં ચાર પૈકી બે યુવકો ભાગવામાં સફળ થયા હતાં. અમિત આહીર અને વિકાસ આહીર ઝડપાયા હતાં. તેમણે ગોપાલ ઇટાલીયાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દેતા. એપાર્ટમેન્ટના લોકોએ પણ યુવકની સામે સૂત્રોચ્ચાર કરીને પોલીસને જાણ કરી હતી.

The post સુરતમાં AAPના અધ્યક્ષના ઘરે ભાજપના કાર્યકરો જતા હોબાળો appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here