ફતેપુરા માર્કેટિંગયાર્ડ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ વન બંધુ કલ્યાણ યોજના દ્વારા રાહત દરે કૃષિ સામગ્રીનું વિતરણ

0
38ફતેપુરા તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા હસ્તે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ખેડૂતોને રાહત દરે કૃષિ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા વન બંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવે અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થાય તે હેતુથી સરકાર દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના અગાઉના વર્ષની જેમ ચાલુ કરેલી છે જેમાં આદિજાતિ ખેડૂતોને પાક લેવા માટે ખાતર અને બિયારણ આપવામાં આવે સરકારશ્રી તરફથી આદિજાતિ ખેડૂતોને રૂપિયા ૧૯૫૭ની સહાયનો ખાતર બિયારણ આપવામાં આવે એ માટે સરકાર દ્વારા ફતેપુરા તાલુકાના 550 લાભાર્થીઓને જી.એસ.એફ.સી એગ્રોટેક ડેપોમાંથી જણાયા મુજબ ટોકન મેળવીને ઓનલાઇન વેરિફિકેશન કરી યોજનાનો લાભ લેવાનો રહેશે આ પ્રસંગે ફતેપુરા ધારાસભ્ય સભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ શંકરભાઇ અમલીયાર ડૉ.અશ્વિન કુમાર સામજી ભાઈ પારગી:તજજ્ઞ :સભ્ય શ્રી આદિજાતિ વિકાસ મંડળ દાહોદ જીલ્લો તાલુકા પાર્ટી પ્રમુખ રામાભાઇ ફતેપુરા ગ્રામ પંચાયત સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ,પંકજ ભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા .LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here