RTEમાં આ વર્ષે ૨૦હજાર અને બે વર્ષમાં ૩૪ હજાર બેઠક ઘટી

0
28







RTEમાં ૮૪૬ સ્કૂલમાં ઝીરો બેઠક

ધો.૧માં RTE પ્રવેશ માટેની હાલ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે રાજ્યની 846 ખાનગી સ્કૂલોમા ઝીરો બેઠક થઈ ગઈ છે.જેના લીધે આ વર્ષે ૨૦ હજારથી વધુ બેઠકો ઘટી છે.જ્યારે ગત વર્ષે અને આ વર્ષે કુલ મળીને બે વર્ષમા ૩૪ હજાર બેઠકો ઘટતા ગરીબ વાલીઓને મોટું નુકશાન થયુ છે. કારણકે બેઠકો ઘટતા નાછુટકે વાલીઓએ ખાનગી સ્કૂલમાં ઊંચી ફીમાં પ્રવેશ લેવો પડશે.

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ ધો.૧માં ખાનગી સ્કૂલોની ૨૫ ટકા બેઠકો પર નક્કી કરેલી કેટેગરીના બાળકોને નિયમાનુસાર મફત પ્રવેશ અપાય છે અને ૧૪ વર્ષ સુધી બાળકનો અભ્યાસ વિના મુલ્યે થાય છે.ગુજરાત સરકારે RTEનો ૨૦૧૨થી સંપૂર્ણ અમલ કરતા ઘણા વર્ષોથી સરકાર દ્વારા સતત પ્રયત્નો અને નવીનતમ પહેલ સાથે પ્રવેશ પ્રક્રિયા કરવામા આવે છે અને તમામ સ્કૂલોને RTE હેઠળ આવરી લેતા છેલ્લા કેટલાક વર્ષોમાં બેઠકો પણ ડબલ થતા ૨૦૧૯માં ધો.૧માં પ્રવેશ માટે  એક લાખથી વધુ બેઠકો થતા ૧.૦૮ લાખ બેઠકો ઉપલબ્ધ થઈ ગઈ હતી.જો કે બીજી બાજુ આરટીઈ એક્ટના નિયમ મુજબ દર વર્ષે આગલા વર્ષમાં ધો.૧માં જે તે સ્કૂલમાં જેટલા આરટીઈ પ્રવેશ થયા હોય તેને બાદ કરતા બાકીના રેગ્યુલર પ્રવેશ થયા હોય તેના ૨૫ ટકા બેઠકો પ્રમાણે પ્રવેશ અપાય છે.

આ નિયમ મુજબ આ વર્ષે ગુજરાતની 846 સ્કૂલોમાં ઝીરો બેઠક થઈ ગઈ છે. કારણકે આ ૮૪૬ સ્કૂલોમાં ગત વર્ષે ધો.૧માં એક પણ પ્રવેશ થયો ન હતો કે પાંચથી પણ ઓછા પ્રવેશ થયા હતા.જેથી ૨૫ ટકા બેઠક મુજબ આ વર્ષે RTEમાં એક પણ બેઠક ફાળવી ન શકાય. જો કે બીજી બાજુ એવી  પણ ફરિયાદો છે કે કેટલીક સ્કૂલોએ છેલ્લે સુધી કુલ પ્રવેશ-બેઠકોની પુરતી માહિતી આપી ન હતી જેથી સરકારે તમામ ડીઈઓને કડક સૂચના આપી બેઠકો મંગાવવા આદેશ પણ કર્યો હતો.જો કે હાલ તો આ  વર્ષે રાજ્યની ૧૦૪૪૭ સ્કૂલોમાંથી ૮૪૬ સ્કૂલોમાં આઈરટીઈની એક પણ બેઠક નથી.ગત વર્ષે  સમગ્ર રાજ્યમાં કુલ મળીને ૯૪  હજાર બેઠકો હતી ત્યારે આ વર્ષે ૮૪૬ સ્કૂલોમાં ઝીરો બેઠકો અને ઘણી  લઘુમતી સ્કૂલો આરટીઈમાંથી બાકાત થતા ૭૪ હજાર જ બેઠકો હવે ઉપલબ્ધ છે.

બીજી બાજુ બે-ત્રણ વર્ષથી એક લાખથી વધુ અરજીઓ પ્રવેશ માટે થાય છે ત્યારે આ વર્ષે પણ એક લાખથી વધુ અરજી થાય તેમ હોઈ પ્રવેશમાં મોટી મુશ્કેલી થશે અને મહત્વનું છે કે ગત ૨૦૧૯માં જ્યાં ૧.૦૮ લાખ બેઠકો હતી તે હવે આ વર્ષે ૭૪ હજાર થઈ જતા બે વર્ષમાં ૩૪ હજાર જેટલી બેઠકો ઘટતા કોરોનામાં ગરીબ વાલીઓ માટે તો મોટુ નુકશાન થયુ છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here