રાફેલ સોદામાં તપાસ એજન્સી નિમાઈ : રેલો છેક ભારત સુધી આવશે

0
31


રાફેલ સોદામાં તપાસ માટે ફ્રાંસમાં એક જજની નિયુક્તિ કરવામાં આવી છે. ફ્રાંસની પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસીઝની ફાઈનાન્સિયલ ક્રાઈમ બ્રાંચ (પીએનએફ)ના કહેવા પ્રમાણે આ ડીલને લઈને લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપોની તપાસ કરવામાં આવશે.

ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને ફ્રેંચ પબ્લિકેશન મીડિયાપાર્ટે આ મામલે અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. 2018ના વર્ષમાં પણ શેરપાએ ફરિયાદ નોંધાવી હતી પરંતુ તે સમયે પીએનએફ દ્વારા તેને ફગાવી દેવામાં આવી હતી. રાફેલ ફાઈટર જેટની ડીલ 7.8 બિલિયન યૂરોની હતી.

મીડિયાપાર્ટના કહેવા પ્રમાણે 14 જૂનના રોજ એક મેજિસ્ટ્રેટ દ્વારા કેસની અપરાધિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ જે રાફેલ ડીલ પર હસ્તાક્ષર સમયે પદ પર હતા અને વર્તમાન ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોન જે તે સમયે નાણા મંત્રી હતા તેમના કામકાજને લઈને પણ સવાલ કરવામાં આવશે. તત્કાલીન રક્ષા મંત્રી અને હવે ફ્રાંસના વિદેશ મંત્રી જીન-યવેસ લે ડ્રિયાન સાથે સંકળાયેલી વાતને લઈને પણ પુછપરછ થઈ શકે છે.

The post રાફેલ સોદામાં તપાસ એજન્સી નિમાઈ : રેલો છેક ભારત સુધી આવશે appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here