જેતપુરનું કોરોના મુક્ત ગામ 100 ટકા વેકસીન યુક્ત ગામ ભેડાપીપળીયા

0
50




એક તરફથી રાજકોટ જીલ્લામાં વેક્સિનેશન ની કામગીરી ગોકળગતીએ ચાલી રહી હોવાનું સતત સામે આવી રહ્યું છે. તો સાથેજ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિન અંગે અજાગૃતતા અને અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે. આવા સમય માં રાજકોટ જીલ્લાનું વધુ એક ગામમાં 100% વેક્સિનેશન થયા નું સામે આવ્યું છે. રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના ભેડા પીપળીયા ગામના ગ્રામજનોએ 100% વેક્સિન મુકાવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે જેતપુર તાલુકાનું પ્રથમ એવું ગામ ભેડા પીપળીયા બન્યું છે કે જ્યાં રહેતા તમામ લોકોએ વેક્સિન મુકાવી છે. ભેડા પીપળીયા ગામની વસ્તીની વાત કરવામાં આવે તો ગામમાં 850 લોકોની વસ્તી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ લોકોને વેક્સિન અંગે સમજાવટ કરતા આખરે આ ગામમાં રહેતા 18+ની વય ના તમામ લોકોએ વેક્સિન મુકાવી છે.

કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાજ રસીકરણની પ્રક્રિયા વેગવંતી

રાજકોટ ગ્રામ પંચાયત માં રસીકરણને લઈ વધુ જાગૃતતા

રાજકોટના બે એવા ગામોં ત્યાં થઈ ચૂક્યું છે 100% વેકસીનેસન

જેતપુરનું કોરોના મુક્ત ગામ 100 ટકા વેકસીન યુક્ત ગામ ભેડાપીપળીયા

850 ની વસ્તી ધરાવતા ગામમાં થઈ ગયું છે 100% વેકસીનેશન

રસી લેવા યોગ્ય તમામ લોકોના રસીકરણનું લક્ષ્ય સિદ્ધ કરવાના માર્ગે

કોરોના ની ત્રીજી લહેર શરૂ થાય તે પૂર્વે જ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વેક્સિનેશન ની ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવી છેત્યારે રાજકોટ જિલ્લામાં જે પ્રમાણે વેક્સિનેશન ની ઝુંબેશને વેગવંતી બની છે તેના જ કારણે હવે વેક્સિનેશન થયેલા ગામડાઓના આંકડા સામે આવ્યા છે. જે મુજબ બે જેટલા ગામો એવા છે કે જ્યાં 100% વેક્સિનેશન ની કામગીરી પૂર્ણ થવા પામી છે. પાંચ જેટલા એવા ગામો છે કે જ્યાં 90% થી લઈ 95% જેટલું વેક્સિનેશન ની કામગીરી પૂર્ણ થવા પામી છે. જ્યારે કે 13 ગામડાઓ એવા છે કે, જ્યાં વેક્સિન ની કામગીરી 80% થી લઈ 85% સુધી પહોંચી છે. તો બીજી તરફ 20 ગામડાઓ એવા છે કે જ્યાં વેક્સિન ની કામગીરી 70% થી લઇ 80% સુધી પહોંચી છે. ત્યારે આવનારા દિવસોમાં ગામડાઓમાં વેક્સિન ની કામગીરી 100% સુધી પહોંચે તે માટે જુદી જુદી ટીમ પણ બનાવવામાં આવી છે. તો સૌથી મહત્વની વાત કે, ગ્રામ્ય વિસ્તારોમાં 18+ ઉંમર ની વ્યક્તિ ને જે વેક્સિન આપવામાં આવી રહી છે તે બાબતે યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગત સપ્તાહે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો છે. ત્યારે દેવ ચૌધરીએ ચાર્જ સંભાળતાની સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, વેક્સિનેશન તેમની પ્રથમ પ્રાયોરિટી રહેશે
એકબાજુ અંધશ્રદ્ધાના કારણે કે રસીકરણથી નુકસાન થતું હોવાની ગેરમાન્યતાના કારણે કેટલાક ગામડાંના લોકો કોરોના પ્રતિરોધક રસી લેવામાં આનાકાની કરી રહ્યાં છે. ત્યારે કેટલાક ગામ એવા પણ છે જે 100 ટકા રસીકરણનું લક્ષ્ય સિદ્ધ કરી રહ્યાં છે. જિલ્લાના સરકારી દવાખાનાઓમાં કાર્યરત તબીબો અને ચાવીરૂપ સ્ટાફને તાજેતરમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો ખાસ કરીને બાળ આરોગ્ય કેવી રીતે સાચવવા સહિત તકેદારીના પગલાંની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલીમ આપવાની પહેલ કરવામાં આવી છે. જેતપુર આરોગ્ય કેન્દ્ર હેઠળનું ભેડા પીપળીયા ગામ,જે એક નાનકડું ગામ છે તે 100 ટકા રસીકરણની સિદ્ધિ મેળવનાર તાલુકાનું કદાચિત પ્રથમ ગામ બન્યું છે.

ભેડા પીપળીયા ગામાના તમામ લોકોએ રસી લીધી છે. 100 ટકા કોરોનાની રસી લઈને વેક્સિનેશનમાં અગ્રેસર બન્યું છે. 850 લોકોની વસ્તી ધરાવતું ભેડા પીપળીયા ગામના તમામ લોકો પહેલા રસી લેવામાં ડરતા હતા. પરતું આરોગ્યવિભાગની ટીમે ઘરે ઘરે જઈને ગામના તમામ લોકોને સમજાવી રસી લેવા માટે જાગૃત કર્યા. ત્યારે આ ગામમાં અત્યારે તમામ લોકોએ રસી લીધી છે.

મોટાભાગના શહેરી વિસ્તારમાં લોકોએ કોરોના રસી લઈ લીધી છે. આમ,આ નાનકડા ગામે સંપૂર્ણ રસીકરણની દિશા દર્શાવી છે. આ ગામના લોકોની જાગૃતિ સલામીને પાત્ર છે તેની સાથે આ કામમાં સહયોગ આપનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમની સમર્પિત સેવાઓ પણ મહત્ત્વની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here