મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો.મનિષકુમારે હરિ સિધ્ધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત પુસ્તકાલયની મુલાકાત લઇ ટ્રસ્ટીશ્રી કલ્યાણસિંહ પુવાર ના પુસ્તકપ્રેમને બિરદાવ્યો

0
45આસીફ શેખ લુણાવાડા

 

મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કડાણા તાલુકાના દધાલીયા ગામ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો.મનિષકુમારે તેમના પરિવાર સાથે હરિ સિધ્ધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત પુસ્તકાલયની મુલાકાત લીધી અને તેના ટ્રસ્ટીશ્રી કલ્યાણસિંહ પુવાર ના પુસ્તકપ્રેમને બિરદાવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે દધાલિયા ગામના કલ્યાણસિંહ પુવાર તેમના અનેરા પુસ્તકપ્રેમને લીધે જાણીતા છે. તેઓનો અભ્યાસ માત્ર એસ.એસ.સી.પાસ છે વિવિધ બેંકોમાં સિક્યુરિટી ગનમેનની નોકરી કરી છે. પુસ્તકપ્રેમી સેવાભાવી જીવ પોતે ઉચ્ચ અભ્યાસથી વંચિત રહયાં હતા તેથી તેમણે પોતાની પીડાને પ્રેરણામાં બદલી અને અનોખુ પુસ્તકાલય શરું કર્યુ છે. જેમાં ધર્મ,વિજ્ઞાન, આધ્યાત્મ, સાહિત્ય, કલા,અર્થશાસ્ત્ર,સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના અંદાજે દોઢ લાખ કરતા વધુ પુસ્તકોનો સમાવેશ થાય છે. નાનકડા ખોબા જેવડા દધાલિયા ગામમાં કલ્યાણસિંહનું અનેરા પુસ્તકાલય સર્જનની દૂર દૂર સુધી ખ્યાતિ પ્રસરી છે. એમના આ પુસ્તક પ્રેમ અને સેવાયજ્ઞની સુવાસ સ્વરુપે સમગ્ર રાજ્યમાંથી એમને ૧૧૫ થી વધુ સન્માનપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે અનેક મહાનુભાવો એમના આ સેવાકાર્યને બિરદાવી અને પ્રોત્સાહિત કર્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here