પ્રધાનમંત્રી ની દિવ્યાંગો પ્રત્યેની સંવેદના આગળ ધપાવતા સાંસદ પૂનમબેન માડમ

0
35
પ્રધાનમંત્રી ની દિવ્યાંગો પ્રત્યેની સંવેદના આગળ ધપાવતા સાંસદ પૂનમબેન માડમ

દેવભૂમિ દ્વારકાના પછાત અને છેવાડા ના તાલુકા કલ્યાણપુર ના દિવ્યાંગોને સન્માન પુર્વક સાધન સહાય અર્પણ કરતા  સંસદસભ્ય પૂનમબેન માડમના 

દિવ્યાંગો માટે કાર્ય કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને આહવાન દુરંદેશી સાથે સેવાની ઉત્તમ તક છે જે આત્મસંતોષ અર્પે છે–સાંસદ પૂનમબેન

 જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્યશ્રી પૂનમબેન માડમના હસ્તે જામ-કલ્યાણપુર સ્થિત સરકારી વિનિયન કોલેજ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભારત સરકારની એ.ડી.આઈ.પી.યોજના હેઠળ કલ્યાણપુર તાલુકાના જરૂરીયાતમંદ દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૯૧૨ જરૂરીયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા ૯૪.૮૫ લાખના વિવિધ સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે.

જે અંતર્ગત કલ્યાણપુર તાલુકાના ૨૩૬ જરૂરીયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને બેટરી સંચાલિત ટ્રાયસિકલ, વ્હીલચેર, બ્રેલકિટ, સ્માર્ટ મોબાઈલ ફોન અને શ્રવણયંત્ર વોકર સ્ટિક જેવા વિવિધ જરૂરીયાત મુજબના ૨૬૯ સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિવ્યાંગોને એમ ન લાગે કે તેઓને અન્યથી ઓછો લાભ મળે છે અને તમામ દિવ્યાંગોને સાધન સહાય મળી રહે તે માટે કાર્યશીલ છે. દિવ્યાંગો સક્ષમ અને આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગ શબ્દ આપ્યો છે તેમ પણ જણાવ્યું હતું.

વધુમાં તેમણે દિવ્યાંગોમાં દિવ્યતાના દર્શન થાય છે, દિવ્યાંગો માટે કાર્ય કરીએ અને તેમને મદદરૂપ બનીએ તો સંતોષની લાગણી અનુભવાય છે તેમ જણાવી દિવ્યાંગોના જીવનમાં સંઘર્ષ ઓછો થાય અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગોમાં પણ સાધનોનું વિતરણ સારી રીતે થાય તથા દરેક દિવ્યાંગોને સાધન સહાય મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું.

આ તકે સંસદસભ્યએ સરકારી વિનિયન કોલેજમાં ઈંગ્લિશ લેન્ગ્વેજ લેબનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

આ પ્રસંગે જગાભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.કે.મોરીએ શાબ્દીક સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પરબતભાઈ વરૂ, કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ નગાભાઈ ગાધે, ઉપપ્રમુખ વેલજીભાઈ ચોપડા, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, રાવલનગરપાલિકા ચીફ ઓફીસર તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બેલા,સરકારી આર્ટસ કોલેજના આચાર્ય વારોતરીયા અગ્રણીઓ રણમલભાઈ માડમ, પ્રતાપભાઈ પીંડારીયા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના માહતી કચેરીના વડા શ્રી બરાડ ના માર્ગદર્શન હેઠળ અહેવાલ બનાવતા માહીતી મદદનીશ તેમજ ફોટોગ્રફર હરદાસ ગોજીયા અને સંજયસિંહ ચાવડા એ   વિસ્તૃત વિગત આપતા જણાવ્યુ  છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here