પોલીસે શંકસ્પદ કોલસા ગાડી ઝડપી, તપાસ દરમિયાન આ હકીકત આવી સામે…

0
54રિપોટૅર:-મીત વ્યાસ

મોરબીના લીલાપર રોડ પોલીસ ચેકિંગમાં હતી ત્યારે એક કોલસોથી ઓવરલોડ ભરેલો ટ્રક નીકળતા પોલીસ રોકી કાગળો મગવાતા ટ્રક નો ડ્રાયવર અને ક્લીનર ટ્રક મૂકી નાસી ગયા હતા પોલીસ ચેક કરતા તેમાથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એટલ ટ્રક ચાલક અને ક્લીનર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

બનાવની મળતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ તારીખ 1 ના રાત્રી દરમિયાન વાહન ચેકિંગમાં લીલાપર રોડ પર કામગીરી કરી રહી હતી ત્યારે ત્યાંથી કોલસો ભરેલો rj 04 ca 6377 નંબર ઓવરલોડ હોવાથી પોલીસ તેને રોકી કાગળો બતાવ માટે બોલવતા પણ ટ્રક નો ડ્રાયવર અને કલીનર ટ્રક સાઈડમાં મૂકી પોલીસ પાસે આવવાના બદલે નાસી ગયા હતા જેથી પોલીસે શકા જતા આ ટ્રકને એ ડિવિઝન પોલિસ ગ્રાઉન્ડમાં અન્ય ડ્રાયવર ની મદદથી પોહચડયો હતો અને rto મારફત ટ્રકના માલિકની તપાસ શરૂ કરાવી અને ટ્રક માં કોલસાની આડમાં ગેર પ્રવૃત્તિની શકા જતા ચેક કરતા તેમાંથી 1080 બોટલ જેની કિંમત રૂપીયાં 3,24,000 , તેમજ કોલસો કિંમત રૂપિયા 56,000 અને ટ્રક કિંમત રૂપિયા 10,00,000 લાખ કુલ 13,80,000 સહિતનો મુદમાલ કબજે કરી હાલ ટ્રકના ડ્રાયવર અને ક્લીનર સામે ગુનો નોંધી વધુ તપાસ psi એસ.એમ.રાણા ચલાવી રહ્યા છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here