મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓની રાજ્ય મંત્રીશ્રીની અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

0
39
આસીફ શેખ લુણાવાડા

ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓમાં રાજ્યમાં મહીસાગર જિલ્લો ચતૃર્થ ક્રમાંકે આવી ગ્રામીણ વિકાસમાં અગ્ર હરોળમાં સ્થાન મેળવ્યું

-રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ

સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ સપ્તાહમાં બે જિલ્લામાં પ્રવાસ કરી ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે બેઠક યોજી ખુટતી કડીઓ પુર્ણ કરવા હાકલ કરી

 

લુણાવાડા,

કોરોના વાયરસ મહામારી ફેલાવાના કારણે જે પડકારો ઉભા થયા છે તે ગંભીર હોવા છતાં આ પડકારોને તક ગણીને ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વિસ્તારવા અને રોજગારીનું સર્જન કરવા માટેના પ્રયાસો હાથ ધરી ગ્રામીણ રોજગારીનું વિવિધિકરણ કરવાની નેમ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે રાજ્ય ના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સપ્તાહમાં બે જિલ્લામાં પ્રવાસ કરી ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે બેઠક યોજી ખુટતી કડીઓ પુર્ણ કરવા આપેલ માર્ગદર્શન અનુસાર આજ રોજ ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.ડી.લાખાણીની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લા પંચાયત કચેરી લુણાવાડા ખાતે વિડીયો કોન્ફરન્સ હોલમાં ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મંત્રી ખાબડે વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓનો પ્રગતી અહેવાલ નિહાળી થયેલ કામગીરીની સમીક્ષા કરી જિલ્લા કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ સહિત યોજનાઓમાં જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા થયેલ ઉત્કૃષ્ઠ કામગીરીના પગલે રાજ્યમાં મહીસાગર જિલ્લો ચતૃર્થ ક્રમાંકે આવી ગ્રામીણ વિકાસમાં અગ્ર હરોળમાં સ્થાન મેળવ્યું છે. હજુ પણ ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓમાં નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શનમાં વધુ સારી કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં મનરેગા અંતર્ગત આંગણવાડી કેન્દ્રોની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં જિલ્લો દ્રિતીય ક્રમાંકે છે ત્યારે રોજગાર સર્જનમાં મનરેગા યોજના વધુ લોકોને રોજગારી આપી ગ્રામીણ વિકાસને વેગવાન બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવે ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની યોજનાઓનો ચિતાર વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી મંત્રીશ્રીને નિર્ધારીત લક્ષ્યાંકો અને થયેલ કામગીરીથી અવગત કરાવ્યા હતા. જિલ્લાના છ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ પોતાના તાલુકામાં થયેલ કામગીરીની રૂપરેખા આપી હતી.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને એપીઓ ઉપસ્થિત ર હ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here