શિનોર તાલુકાના કુકસ થી સાધલી જવાના રોડ નું ધારાસભ્ય અક્ષય પટેલ ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું

0
34શિનોર તાલુકાના કુકસ ગામે અતિ પૌરાણિક નાયાજી મહારાજ નું મંદિર આવેલું છે.અને દર વર્ષે ભાદરવા સુદ બીજ ના દિવસે લોક મેળો પણ ભરાય છે.આ દિવસે સમગ્ર રાજ્ય ભરમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે.કુકસ થી સાધલી જવાના રોડ ને નિર્માણ થયે આશરે 11 વર્ષ નો સમયગાળો થતાં રોડ અતિજર્જરીત બની ગયો હોવાથી વાહનચાલકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી.જેને લઈ ગ્રામજનો દ્વારા તંત્ર ને રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે એક વર્ષ અગાઉ કુકસ થી સાધલી જવાના રોડ નું રિ કાર્પેટિંગ માટે આશરે રૂપિયા 175 લાખ ની માતબર રકમ ની ફાળવણી કરી મંજૂરી આપવામાં આવી હતી.પરંતુ કોરોના ની મહામારી ને પગલે આ રીડ ની રિ કાર્પેટિંગ ની કામગીરી વિલંબમા મુકાઈ હતી.જેનું આજરોજ ધારાસભ્ય અક્ષય પટેલ ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ વૃક્ષારોપણ પણ કરાયું હતું.આ પ્રસંગે શિનોર તાલુકા બી.જે.પી.પ્રમુખ ચંદ્રવદનભાઈ પટેલ,સરપંચ તથા તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.ફૈઝ ખત્રી..શિનોરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here