હળવદ ખાખીની લાજ મોરબી એલસીબીએ રાખી

0
39
વિશાલ જયસ્વાલ હળવદ

સ્કૂલ અને મોબાઇલની દુકાનની ચોરીનો ભેદ ઉકેલ્યો : ૧.૮૨ લાખના મુદામાલ સાથે બે શખ્સ ઝડપાયા

જય મોગલ મોબાઈલ શોપ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

હળવદ વિસ્તારમાં અવિરત ચોરીના બનાવોથી હળવદ પોલીસની નાકામી સાબિત થઈ રહી પરંતુ મોરબી એલસીબીએ આખરે ખાખીની લાજ રાખી હળવદમાં સ્કૂલ અને દુકાનમાંથી થયેલ મોબાઇલ,ટીવી ચોરીના ગુનાનો ભેદ એલસીબીની ટીમ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે અને ટીવી, સ્પીકર નંગ -૨ જેની કિંમત ૧૯૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૧૯ કિંમત ૧,૬૩,૭૦૦ આમ કુલ મળી .૧,૮૨,૭૦૦ ના મુદામાલ સાથે બે આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે.

હળવદની મોરબી ચોકડીથી હળવદ ભવાનીનગર લાંબીદેરી વિસ્તારમાં રહેતા બે ઇસમો કે જે ચરાડવા કે.ટી.મીલની સ્કૂલની ઓફીસના તાળા તોડી ટીવી, સ્પીકર, મોનીટરની તથા હળવદ ટાઉનમાંથી મોબાઇલ ફોનની દુકાન તોડી મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી જે ટીવી તથા મોબાઇલ ફોન અમુક ઇસમો મોરબી બાજુ વેચવા કે સગેવગે કરવા માટે જનાર છે તેવી ચોક્કસ હકિકત મળી હતી જેથી તેને રોકી તેઓની જરૂરી પુછપરછ કરી હતી તેઓએ તથા તેમના સાથીદારોએ મળી ચરાડવા કે.ટી.મીલની સ્કૂલ તથા હળવદ ગીની ગેસ્ટ હાઉસ સામે ” મોગલ મોબાઇલ ફોન “ની દુકાન માં મોબાઇલ ફોન , ટીવી , મોનીટર , સ્પીકરની ચોરી કરેલની કબુલાત આપી હતી જેથી પકડાયેલ બન્ને ઇસમો પાસેથી ટીવી, સ્પીકર તથા અલગ અલગ કંપનીના નવા ૧૯ મોબાઇલ ફોન આમ કુલ મળી ૧,૮૨,૭૦૦ ના મુદામાલ સાથે ગગજી જીવરાજ લક્ષ્મણભાઇ કુંઢીયા,અને મહેશ ઉર્ફે મુકેશ ધનજીભાઇ વાજેલીયા  રહે બન્ને ભવાનીનગર , લાંબીદેરી વિસ્તાર વાળાની ધરપકડ કરેલ છે અને બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે આરોપી સોપવામા આવ્યાં હતાં.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here