છોટાઉદેપુર જિલ્લામાં માધ્યમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યની આત્મહત્યાથી પંથકમાં ચકચાર

0
41અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

p

મૂળ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રંભોડા ના વતની અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ભાવનાબેન ડામોરે શાળાના શૌચાલયમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે ભાવનાબેન ડામોર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામની સરકારી માધ્યમિક શાળામાં ફરજ બજાવતા હતા અને ચાર મહિ ના અગાઉ પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી સંભાળી હતી.ભાવનાબેન ડામોરના લગ્ન દસ વર્ષ પહેલાં જયદીપ ભાઇ ડામોર સાથે થયા હતા અને તેઓ પોતાના પતિ જયદીપભાઇ ડામોર અને પુત્ર જય સાથે રહેતા હતા ભાવનાબેન ડામોરે આત્મહત્યાનું પગલું ભરતાં પહેલાં ચાર પાનાંની ભાવુક અને લાગણી સભર સુસાઇડનોટ લખી હતી,જેમાં તેમણે કામના ભાર ણથી અને ડાયાબિટીસની બીમારીથી પરેશાન થઈને આત્મહત્યાનું પગલું ભરવાનો નિર્ણય લીધાનું લખ્યું હતુ, તેમજ તેમણે તેમના પરિવારજનો તેમજ તેમના પતિને જવાબદાર સમજી પોલીસ તેમને પરેશાન ન કરે તેમ લખ્યું હતું. કોઈને પણ તેમનાથી દુઃખ પહોચ્યું હોય તે બધાની માફી માગતાં લખ્યું હતું કે, માય લવ જય, મારા પતિ તમારા બધાની સૌથી મોટી ગુનેગાર છું કે આમ અધવચ્ચે બધાને છોડીને જાઉં છું લવ યુ સો મચ,મારા બાળકને સાચવજો. તેમણે તેમના શિક્ષકમિત્રોની માફી માગતાં લખ્યું હતું કે હું અધવચ્ચે મારી કામગીરી અધૂરી મૂકીને જાઉં છું અને શાળાના બધા કાગળ સહી સિક્કા સાથે બેગમાં હશે ભાવનાબેન ડામોરે સુસાઈડનોટ માં લખ્યું હતું,હુ મારા પપ્પાનું અભિમાન હતી પણ સોરી પપ્પા માફ કરજોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here