ડિજિટલ ગુજરાત ના આ ગામડાની હાલત 16મી સદીના ગામડા જેવી…

0
33ડિજિટલ ગુજરાત આ ગામડાની હાલત 16મી સદીના ગામડા જેવી…

વિરપુરના આંકલીયાના મુવાડા ગામના લોકો ચોમાસામાં જીવના જોખમે કોતર પસાર કરીને જવા મજબૂર…

દર ચોમાસામાં સંપર્ક વિહોણું બનતુ ગામ…

૩૩ પરીવારની લોકોની વેદના નથી સમજાતી તંત્રને…

સંતરામપુર::- અમિન કોઠારી

 

 

વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાણ પ્રશ્નની, વિકાસના પુલની એવો વિકાસનો પુલ જે અહીં આઝાદીથી અત્યાર સુધી બન્યો જ નથી એવું ગામ કે, જે દર વર્ષે મોત રૂપી કોતરમાં ઓળંગવા માટે મજબૂર બન્યા છે મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાનુ પાસરોડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ આંકલીયાના મુવાડા ગામ કે જ્યાં ગામમાં પ્રવેશવા માટે કોતરમાં પસાર કરીને જ જવું પડે છે દર વર્ષે ચોમાસાના સમયમાં કોતરમાં નદીનુ પાણી આવી જાય છે જેના કારણે સ્થાનિક લોકોને ગળાડૂબ પાણી માથી પસાર થવું પડે છે જ્યારે આ સમસ્યા કેટલાક દાયકાઓથી ગામલોકો ભોગવી રહ્યા છે ત્યારે પુલ બનાવવાની માંગ ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ કોઈ નિકાલ આવતો નથી ચોમાસુ શરૂ થાય અને આ ગામના લોકો માટે કોતરની સમસ્યા બની મો ફાડી ઉભી રહે છે આ ગામની અંદરથી લોકો બહાર નીકળી નથી શકતા અને બહાર ગયેલા લોકો પોતાના ઘરે પોતાના ગામમાં જઈ નથી શકતા ત્યારે ગામની અંદર કોઈપણ મેડિકલ કેસ અથવા તો સગર્ભા મહિલાને જો હોસ્પીટલે પહોંચાડવા હોય તો પણ ગામના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ પશુઓનુ દિવસ દરમ્યાન ૩૦૦ લીટર દુધ ચોમાસા સમયે રેડી દેવું પડે છે કારણકે કોતર ઉપર સામાન્ય રીતે આઠ થી બાર ફૂટ જેટલું પાણી આવી જતું હોય છેે ગામના લોકો ચોમસા દરમ્યાન પાણી ઊતરવાની રાહ જોઇને બંને છેડા ઉપર બેઠા હોય છે આ ગામની અંદાજીત ૧૭૦ લોકની વસ્તી છે જેટલા લોકો સંપર્ક વિહોણા થઇ જતા હોય છે માટે તાત્કાલિક તેનો કોઇ ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here