બોટાદમાં બેફામ વેચાતા બાયો ડીઝલ થી કોનાં ખિસ્સા ગરમ થાય છે.?

0
24બોટાદમાં બેફામ વેચાતા બાયો ડીઝલ થી કોનાં ખિસ્સા ગરમ થાય છે.? ટેક્સ ચોરી થી સરકારને કરોડો રૂપિયાની નુકશાની માટે જવાબદાર કોણ.? ભારત સરકાર અને ગુજરાત સરકારને સૌથી મોટી આવક પેટ્રોલ ડીઝલ નાં વેચાણ પર મળતા ટેકસની છે. દેશ ના અર્થતંત્રમાં મહત્તમ સ્થાન ધરાવતા પેટ્રોલિયમ સંબંધિત આવકમાં પણ સૌથી મોટો હિસ્સો ડીઝલ વેચાણ થી થતી આવકનો છે. ત્યારે ખાસ કરીને બોટાદ જિલ્લા માં બાયો ડીઝલ નો વેપાર બેફામ વધ્યો હોય પેટ્રોલપંપ એસોસિયેશન દ્વારા આવેદન પત્ર પાઠવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

પરંતુ કાર્યવાહી માત્ર કાગળ પર હોય તેમ ડુપ્લીકેટ ડીઝલ વેચાણ માં ધરખમ વધારો થયો છે તેવું જાણવા મળે છે. જેના કારણે સ્થાનિક પેટ્રોલ પંપની ખૂબ મોટું નુકસાન સહન કરવું પડે છે. લોકો કહી રહ્યા છે કે આવડું મોટું રેકેટ બોટાદ જિલ્લાના ક્યાં અધિકારીની મીઠી નજર કે ભાગીદારી થી ચાલી રહ્યું છે ?? શહેરમાં અને તાલુકા કક્ષાએ મોટાં મોટાં પંપ બનાવી બેફામ વેચાણ વધતું જાય છે. ગુનાખોરી ડામવા વાળાને શું આ નજરમાં નથી આવતું?? આવા ગેરકાયદેસર વેચાણ ને સાથ આપી કોણ સરકારની તિજોરી માં છેદ પાડવા નો સફળ કારસો કરે છે.?? સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કેમિકલ થી બનતા સસ્તા બાયોડીઝલ થી વાહનના એન્જિનને મોટું નુકસાન થાય છે. તેમજ મુખ્યમંત્રીશ્રી દ્વારા સરકારી તિજોરી ને મોટી નુકસાની કરતા આવા વેચાણકારો ને ખુલ્લા કરવા સૂચના આપવામાં આવ્યું છે પરંતુ બોટાદમાં ખિસ્સા ગરમ થઈ જવાથી જાણે અધિકારીઓના આંખે પાટા બંધાઈ જતા હોય તેવી સ્થિતિ છે ત્યારે હવે આ બેફામ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર સરકાર નિયંત્રણ લાવે છે કે સાળા ને છાવરવામાં આવે છે તે જોવું રહ્યું..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here