ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા વિથ વિવાન અભિયાન ચલાવશે

0
45જૂનાગઢ : આજ રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રી ડી.ડી.મકવાણાની આગેવાનીમાં જુનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડ, રાજય પ્રતિનિધી હરસુખભાઈ ગોહેલ, જુનાગઢ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રી રાજેશભાઈ ભેડા અને માણાવદર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રી જીતેન્દ્રભાઈ રાઠોડ, કેશોદથી કૈલાશભાઈ ધુળા તથા ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના જીલ્લા/તાલુકાના પ્રતિનિધિશ્રીઓ તથા શિક્ષકોએ સંયુક્ત રીતે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે વિવાન અશોકભાઈ વાઢેરની ઘરે જઈને પરિવારની મુલાકાત લઈને આશ્વાસન આપ્યું, સાથોસાથ આગામી સમયમાં ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા વિથ વિવાન અભિયાનથી રાજયના તમામ જિલ્લાનો પ્રવાસ કરીને શકય તેટલી આર્થિક મદદ કરવા કટિબધ્ધ થઈશું તેવી વાત કરવામાં આવી.

રાજ્ય ઉત્કર્ષ મંડળ રાજ્ય સ્તરે તમામ જિલ્લાઓને સાથે રાખી વિવાન માટેનો ઉમદા પ્રયાસ કરવા જઈ રહ્યા છે, એના પ્રતિનિધિ સમાન બંને જિલ્લા ઉત્કર્ષ મંડળના હોદેદારોએ વહાલા વિવાનને રમાડી પરિવારને આશ્વાસન આપેલ.

આ તકે પરિવારના સભ્યો મહેશભાઇ, અશોકભાઇ વાઢેર સહિત પરિવારના યુવાનો વડીલ વૃધ્ધો તમામએ સૌનો આભાર માન્યો હતો.

અહેવાલ : ભરત બોરીચાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here