ધર્મેશભાઈ પરમાર ની નિર્મમ હત્યા ની યોગ્ય તપાસ માટે ઉગ્ર રજૂઆત કરાઈ

0
39બહુજન ક્રાન્તિ મોરચા તેમજ વિવિધ સંગઠનો દ્વારા જુનાગઢ સામાજિક આગેવાન ધર્મેશભાઈ પરમાર ની નિર્મમ હત્યા ની યોગ્ય તપાસ માટે જુનાગઢ કલેક્ટરને મારફતે મહામહિમ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઈ

આજરોજ બહુજન ક્રાન્તિ મોરચા ગુજરાત પ્રદેશ ના નેજા હેઠળ જુનાગઢ ના સામાજિક આગેવાન અને પૂર્વ મેયર ના પુત્ર ધર્મેન્દ્રભાઈ પરમાર ની હત્યા પ્રકરણમાં જુનાગઢ જીલ્લા કલેક્ટર મારફતે મહામહિમ રાજ્યપાલશ્રી ને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરાઈ હતી જેમાં જણાવાયું હતું કે હત્યાના મુખ્ય સડયંત્રકારી ભાજપ નેતા અશોક ભટ્ટ છે અને તે રાજકિય વગ ધરાવતો હોવાના કારણે રાજ્યકિય દબાણ થી પોલિસ પ્રસાસન દ્વારા તેને બચાવવાનો પ્રયત્ન થ‌ઈ રહ્યો છે જેથી કોઈ તટસ્થ અને નિષ્પક્ષ છબી ધરાવતા અધિકારી દ્વારા આ કેશ ની યોગ્ય તપાસ કરવામા આવે તેમજ ફરજ મા બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે પણ પગલા લેવામા આવે અને પીડિત પરીવાર ને યોગ્ય ન્યાય આપવામા આવે તેમજ જો આ માંગ ને તાત્કાલિક ધોરણે સંતોષવા મા નહી આવે તો નાછુટકે આવનારા સમય મા રાષ્ટ્રીય લેવલ પર અનેક સામાજીક અને રાજકિય સંગઠનો મળી અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે એમાં જે પણ નુકસાન થશે તેની સંપુર્ણ જવાબદારી સાશન પ્રશાસન ની રહેશે તેવી ચિમકી આપી હતી આ પ્રસંગે બહુજન ક્રાન્તિ મોરચા ગુજરાત પ્રદેશ યુનિટ સાથે ભારત મુક્તિ મોરચા ગુજરાત , બહુજન મુક્તિ પાર્ટી ગુજરાત પ્રદેશ, ઈંડીયન લીગલ પ્રોફેશનલ એસોશિયેશન ગુજરાત યુનિટ સંયુક્ત ઉપક્રમે આપેલ આવેદનપત્ર માં બહુજન ક્રાન્તિ મોરચા ગુજરાત રાજ્ય સહ સંયોજક ડૉ. હિરજીભાઈ સમ્રાટ , ઈંડીયન લીગલ પ્રોફેશનલ એસોશિયેશન ના એડ. પ્રણયરાજ રણવિર, એડ. કેશવભાઈ મચ્છોયા , બહુજન મુક્તિ પાર્ટી ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ એડ. વિજયભાઈ ડેનિયલ ભારત મુક્તિ મોરચા તરફ થી અશોકભાઈ રાઠોડ , કાન્તિભાઈ રાઠોડ , જુનાગઢ જીલ્લા અધ્યક્ષ નીરવભાઈ ચુડાસમા, ભારતીય યુવા મોરચા ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ પીયુશભાઈ બોરીચા સહિત સંગઠનો ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here